Face Of Nation, 28-10-2021: જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત સર્જાયો. એક મીની બસ ખાઈમાં ખાબકી જતા ઓછામાં ઓછા 8 લોકોના જીવ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
મળતી માહિતી મુજબ આ બસ થાથરીથી ડોડા જઈ રહી હતી. કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે ડોડાના જિલ્લાધિકારી વિકાસ શર્મા સાથે વાત કરી. ઘાયલોને જીએમસી ડોડામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોડાના એડિશનલ એસપીએ જણાવ્યું કે આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક ઘાયલ થયા છે. બસ થાથરીથી ડોડા જતી હતી ત્યારે ખીણમાં ખાબકી.
પીએમ નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મોત પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે
PM Narendra Modi condoles deaths in road accident at Thatri in Jammu and Kashmir
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives, the injured would be given Rs. 50,000, PM says.
(file photo) pic.twitter.com/IokqHqJzfg
— ANI (@ANI) October 28, 2021
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ડોડા પહોંચતા પહેલા અચાનક બસ બેકાબૂ બનીને ચિનાબ નદી કિનારે ઊંડી ખીણમાં ખાબકી. મૃતકોની સંખ્યા વધી શકે છે. કારણ કે રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ છે. બસનો ઘણો બધો કાટમાળ કાઢવામાં આવ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)