Face Of Nation, 17-10-2021: જમ્મુ કાશ્મીરમાં હવે આતંકીઓનો ત્રાસ ધીરે ધીરે વધી રહ્યો છે. આતંકીઓ હવે અહિયાની સામાન્ય પ્રજાને ટાર્ગેટ કરી રહ્યા છે. રવિવારે પણ બીન-સ્થાનિક લોકો પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો. દક્ષિણ કાશ્મીરના કુલગામ વિસ્તારમાં આતંકીઓએ બે નિર્દોષ નાગરીકોની હત્યા કરી નાખી. આ સિવાય અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થઇ ગયો. આતંકવાદીઓએ ઘરમાં ઘુસીને લોકોની હત્યા કરી. ત્યારે હવે આ આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં ઇમરજન્સી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તાત્કાલિક નોન લોકલ પર્સનની સુરક્ષા સુનિશ્ચિત કરાશે. તમામ નોન લોકલ પર્સનને સેનાના કેમ્પમાં રખાશે. સેના અને પોલીસના કેમ્પમાં લાવવા માટે આદેશ કરાયા છે.
મૃતકોની ઓળખ બિહારના રહેવાસી રાજા અને જોગિંદરના રૂપમાં થઇ છે. આ સિવાય ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિનું નામ ચુનચુન દેવ છે. આ નાગરીકો કાશ્મીરમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગત દિવસોમાં પણ આતંકવાદીઓએ પુલવામા અને શ્રીનગરમાં 2 લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
થોડાક દિવસો પહેલા પણ આતંકીઓએ પુલવામાં અને શ્રીનગરમાં બે લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારે વધુમાં ફરી આતંકીઓએ બે નાગરીકોને મોતને ઘાીટ ઉતાર્યા છે. જેથી કાશ્મીરમાં વદી રહેલો આંતક હવે સામાન્ય નાગરીકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
કાશ્મીરમાં ભારતીય સેના હવે એકશન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે સેના દ્વારા લશ્કર-એ-તૈયબના ટોપના કમાન્ડરને ઠાર કર્યો હતો. સેનાના 5 જવાનો શિહદ થયા બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમા અત્યાર સુધીમાં 10 જેટલા આતંકીઓને સેનાએ ઠાર કરી કાઢ્યા છે.
જોકે આ સર્ચ ઓપરેશન દરમિયાન પણ આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાનો શહિદ થયા હતા. જોકે 2 જવાનો શહિદ થયા ત્યારબાદ આ સર્ચ ઓપરેશન પુંછ , મેંઢર અને રાજોરીમાં તેજ કરવામાં આવ્યું છે.
સેનાના અધિકારીઓનું કહેવું છે કે આતંકીઓને શોધવા માટે તેમણે સર્ચ ઓપરેશન તેજ તરી નાખ્યું છે. આતંકીઓ સેનાથી બચીને એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે. સાથેજ અધિકારીઓનું કહેવું છે કે આતંકીઓ છેલ્લા 2 થી 3 મહિનાઓથી આ વિસ્તારમાં આવ્યા હતા. જેમા ગત જૂન મહિના પછી આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી.
શ્રીનગર અને પુલવામામાં આતંકીઓએ અલગ અલગ જગ્યાએ સ્થાનીક લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. જેને લઈને કાશ્મીરના લોકોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો. પુલવામામાં આતંકીઓએ એક નિર્દોષ પર ગોળીબાર કર્યો હતો. જેમા તે વ્યક્તિને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે તેનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓ નેતાઓની પણ હત્યા કરી રહગ્યા છે. જેને લઈને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ તેની નિંદા કરી હતી. બીજી તરફ ભાજપ દ્વારા આ હત્યાઓની નિંદા કરવામાં આવી છે. સાથેજ સ્થાનિક લોકો પણ હવે અહીયા અપીલ કરી રહ્યા છે કે આતંકીઓને તેમજ ભાષામાં કડક જવાબ આપવામાં આવે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)