Home News જામનગરના દરેડ ગામનું પ્રાચીન ખોડિયાર મંદિર ધસમસતા પાણીમાં ગરકાવ, જુઓ Video

જામનગરના દરેડ ગામનું પ્રાચીન ખોડિયાર મંદિર ધસમસતા પાણીમાં ગરકાવ, જુઓ Video

https://www.youtube.com/watch?v=AAmA7CTntC0

Face Of Nation, 30-09-2021:  સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે NDRF ની ટીમો તૈનાત કરી દેવાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, દિવ અને રાજકોટમાં ટીમો તૈનાત કરાઈ છે. NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે જામનગરમાં ભારે વરસાદ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યાં છે.

જામનગર નજીક દરેડ ગામે રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. રંગમતી ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા રંગમતી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહ આગળ વધી રહ્યા છે. જેથી રંગમતી ડેમ નીચેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જોકે, અનેક વિસ્તારો ડૂબાણમાં જતા લોકો પર સંકટ આવી ચઢ્યુ છે.
 
તો બીજી તરફ, જામનગરમાં વરસાદી વીજળી પડવાનો નજારો CCTV કેમેરામાં કેદ થયો છે. જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના બની હતી. બેડ ટોલનાકાના CCTV માં અદભૂત નજારો કેદ થયો છે. જામનગર નજીક વીજળી પડવાની ગઈકાલ બપોરની ઘટના બની હતી.

જામનગર શહેરની શાન સમાન લાખોટા તળાવમાં પાણીની ભારે આવક થઈ છે. લખોટા તળાવમાં પાણીની ભારે આવક થતા તળાવ છલકાવાની તૈયારીમાં આવી ગયુ છે. ઉપરવાસના વરસાદના પગલે લાખોટા તળાવમાં પાણીની ભારે આવક ચાલુ જ છે. જામનગર શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)