Face Of Nation, 20-08-2022 : સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરમાં આયોજીત લોકમેળામાં આજે નોમના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. લોકમેળામાં સવારથી લઈ સાંજ સુધી લોકોની આવન-જાવન સતત ચાલુ રહી હતી. લોક મેળામાં લોકોએ મનભરીને મજા માણી હતી. મેળામાં પગ મુકવાની પણ જગ્યા ન મળે તેવો માહોલ જોવા મળ્યો હતો. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત લોક મેળામાં આજે લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા.
શ્રાવણી લોકમેળામાં હૈયેથી હૈયુ દળાયું
આજે નોમના દિવસે ગઈકાલ કરતા પણ વધુ લોકોની ભીડ જામી હતી. સૌરાષ્ટભરમાંથી લોકો મેળાની મોજ માણવા ઉમટ્યા હતા. દિવસ કરતા રાત્રે લોકોની ભીડ વધુ જોવા મળી હતી. મેળામાં જ્યા નજર કરો ત્યાં લોકો જ જોવા મળી રહ્યા હતા. શ્રાવણી લોકમેળામાં હૈયેથી હૈયુ દળાયું હતું. પ્રદર્શન ગ્રાઉન્ડમાં નાના બાળકોની લઈ તમામ ઉમરના લોકો મેળાની મોજ માણવા આવી પહોંચ્યા હતા. આ મેળામાં અનેક પ્રકારની રાઈડ્સ તેમજ ખાણી-પીણીની સુવિધાઓ ઉપલબ્ધ છે.
ખાણી-પીણી માટેના અનેક સ્ટોલ ઉપલબ્ધ
સાતમ-આઠમ બાદ આજે નોમના દિવસે પણ લોકમેળાની મજા માણવા માનવ મહેરામણ ઉમટ્યુ હતું. લોકોએ રાઈડમાં બેસીને મજા માણી હતી. મેળામાં ચાર મોટા ચકડોળ, મોતનો કુવો, બ્રેક ડાન્સ સહિતની રાઈડ ઉપલબ્ધ છે. તેમજ ખાણી-પીણી માટેના અનેક સ્ટોલ ઉપલબ્ધ છે. આજે મેળામાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટી હતી. સવારથી લઈ સાંજ સુધી લોકો મેળામાં પરિવારજનો સગા સંબંધીઓ અને મિત્રો સાથે મજા માણતા નજરે ચડ્યા છે.
લોકોને આવવા જવા માટેના છ ગેટ તૈયાર
મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે લોકમેળો યોજાયો ન હતા. આ વર્ષે ફરીથી લોકમેળાનું આયોજન કરવામાં આવતા લોકોએ મન ભરીને મેળાની મોજ માણી હતી. આ મેળામાં લોકોને આવવા જવા માટેના છ ગેટ તૈયાર કરવામાં આવ્યાં છે જેથી લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ કે અડચણરૂપ ના થાય. સુરક્ષાને લઈ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ શ્રાવણી મેળાનું ત્રણ વખત નિરીક્ષણ કર્યુ હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat તહેવારની મોસમ : શ્રાવણી લોકમેળામાં હૈયેથી હૈયુ દળાયું; સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું જામનગરમાં...