Home News પ્રાંતિજનો જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ, ત્રણ દિવસ બાદ આજે વતનમાં લવાશે પાર્થિવદેહ

પ્રાંતિજનો જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ, ત્રણ દિવસ બાદ આજે વતનમાં લવાશે પાર્થિવદેહ

ફેસ ઓફ નેશન, 20-04-2020 : જમ્મુ કાશ્મીરમાં શ્રીપુર ખાતે ફરજ બજાવતા સત્યપાલસિંહ પરમાર શહીદ થયા છે. ત્રણેક દિવસ અગાઉ થયેલી અથડામણમાં તેઓ શહીદ થયા હતા. આજે ત્રણ દિવસ બાદ તેમના વતન પ્રાંતિજ ખાતે પાર્થિવ દેહ લાવવામાં આવશે.
સીઆરપીએફમાં ફરજ બજાવતા અને ઝાલાના મુવાડી, પ્રાંતિજ ખાતે રહેતા સત્યપાલસિંહ આતંકીઓ સાથેની અથળામણમાં શહિદ થયા છે. તેઓનો પરિવાર આ આઘાતને લઈને છેલ્લા ત્રણ દિવસથી ખાધાપીધા વિના મૃતકના પાર્થિવદેહની રાહ જોઈને બેઠો છે. તેમના અંતિમ દર્શન કરવા ગામના લોકો પણ સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે માસ્ક બાંધીને ભેગા થયા હતા. જો કે શરમજનક બાબત એ છે કે, સત્તાધારી પક્ષના કોઈ નેતાઓ કે આગેવાનો આ શહીદના પરિવારને સાંત્વના આપવા હજુ સુધી પહોંચ્યા નથી.
યુવા જન જાગૃતિ પાર્ટીના રોનકસિંહ ગોહિલ અને કરણીસેનાના રાજ શેખાવત આ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે દેશ માટે બલિદાન આપનાર શહીદી ભુલાઈ ગઈ છે. જો કે સરહદ ઉપર અનેક એવા સૈનિકો છે જે આતંકીઓ સામે લડી રહ્યા છે. સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે અને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને સેનાના આ જવાનના પાર્થિવદેહને ઘરે લાવતા ત્રણ દિવસ વીતી ગયા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલ ફુલ થઇ રહી છે !, દર્દીઓની સારવારમાં લાલીયાવાડી, જુઓ Video