https://youtu.be/h2ENEurYm54
Face Of Nation 26-04-2022 : સૌરાષ્ટ્રમાં લોકડાયરો હોય અને તેમાં રૂપિયાનો વરસાદનો ન થાય તેવું ક્યારે પણ બની ન શકે. બે દિવસ પૂર્વે ગત રવિવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લેઉઆ પટેલ સમાજ ભવનની નામકરણ વિધિ યોજાઈ હતી. આ સાથે વિકાસના કામોના લોકર્પણ તેમજ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ડાયરામાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા હાજરી આપી હતી જ્યાં તેમના ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો સાથે જયેશ રાદડિયા પણ લોકડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા નજરે પડ્યા હતા. તો બીજીતરફ સૌરાષ્ટ્રમાં લોક ડાયરો અને સંતવાણીનું અનેરૂ મહત્વ છે. હાલ ઠેર ઠેર લોક ડાયરા અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો કલાકારો પર વરસી રૂપિયાનો વરસાદ કરતા નજરે ચડે છે.
ડાયરામાં ઘોળ ઉડાડવાની પરંપરા રહી છે
સામાન્ય રીતે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડાયરામાં ઘોળ ઉડાડવાની પરંપરા રહી છે એટલે કે લોકો ડાયરામાં લોક સાહિત્યની વાતો પર અથવા તો ભજન કે કોઈ પણ વાત કે ભજન કે ગીતોમાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય છે. ત્યારે ગઈકાલે પણ જામકંડોરણાના સાજડીયારી ગામમાં જે ગાયોના લાભાર્થે લોક ડાયરો યોજાયો તેમાં પણ રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).