Face Of Nation 21-05-2022 : અનુપમ ખોખરા બ્રિજના નિર્માણની કામગીરી વખતે જે.સી.બી. રીવર્સ લેતી વખતે બેદરકારીથી હંકારતા દશામાંના મંદિર પાસે બેઠેલા પિતા અને પુત્રીનું મોટી દીવાલ પડવાની દુર્ઘટના બનતા તેઓના મોત થયા છે. બનાવની જાણ થતાં મેયર કિરીટ પરમાર, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, સ્થાનિક કાઉન્સિલરો ઇકબાલ શૈખ ઝુલ્ફિખાન, રુક્સના ઘાંચી, કમળાબેન વગેરે દોડી ગયા હતા કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે, જે પણ જવાબદાર કોન્ટ્રાક્ટ હોય તેની સામે આકરાં પગલાં લેવાય અને મરણ પામનાર ગરીબ મૃતક પરિવારને વળતર મળવું જોઈએ અને બ્રીજ વિભાગના અધિકારીઓની સૂપરવિજિગના અભાવ માટે પણ વિજિલન્સ કરી જવાબદાર સામે પગલાં લેવા માં આવે.
દીવાલ નીચે દટાતા પિતા-પુત્રી મોતને ભેટ્યા
ખોખરા-કાંકરિયાને જોડતા અનુપમ ઓવરબ્રિજ નજીક સલાટનગર વસાહત ખાતે કરુણ દુર્ઘટના ઘટી હતી. જેમાં JCB મશીનની ટક્કર વાગતા એક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દરમિયાન દીવાલની પાસે ઉભેલા 3 જેટલા લોકો તેમાં દટાયા હતા. જેમાં પિતા-પુત્રીનું કાટમાળમાં દટાઈ જતા થયેલી ઈજાઓથી મોત નિપજ્યું છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં JCB મશીન રિવર્સમાં જતા સ્પષ્ટ દેખાય છે. જે 20 ફૂટ લાંબી દીવાલ સાથે અથડાતા તે ધરાશાયી થઈ ગઈ હતી. જેથી તેની નીચે બેઠેલા લોકો પણ તેની નીચે દટાઈ ગયા હતા. ઘટનાને પગલે વિસ્તાર લોકોના આક્રંદ અને રૂદન તથા ચિંચિયારીઓ ગૂંજી ઉઠ્યો હતો.
રોષ ભરાયેલા JCB પર પથ્થરમારો કર્યો
ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો, જેથી રોષે ભરાયેલા લોકોએ JCB પર પથ્થરમારો કર્યો હતો. લોકોના રોષથી ગભરાઈ ગયેલો ચાલક જીવ બચાવવા ત્યાં જ JCB મૂકીને ભાગી ગયો હતો. ઘટનાને પગલે મેયર પણ એલ.જી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).