Face of Nation 03-01-2022: રાજ્યમાં કોરોનાના કેસ વધતા ઝારખંડ સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં કેટલાક નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યાં છે.
રાજ્ય સરકારના પ્રતિબંધ અનુસાર હવેથી 15 જાન્યુઆરી સુધી રાતના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ, બાર સહિતની બીજી દુકાનો હવે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. બીજી તરફ 15 જાન્યુઆરી સુધી સ્ટેડિયમ, પાર્ક, જીમ, ઝૂ, પ્રવાસન સ્થળ અને શૈક્ષણિક સંસ્થાન પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
જાણો શું પ્રતિબંધિત કરવામાં આવશે
સ્ટેડિયમ, આઉટડોર, ઇન્ડોર, પાર્ક, જીમ, ઝૂ, સ્વિમિંગ બ્રિજ, ટૂરિસ્ટ સ્પોટ બંધ રહેશે.
સ્કૂલ-કૉલેજ બંધ થઈ ગઈ છે, જે માત્ર વહીવટી કાર્યો માટે 50 ટકા હાજરી સાથે ખુલવાની મંજૂરી.
મોલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
લગ્ન અને અંતિમ સંસ્કારમાં માત્ર 100 લોકોને જ ભાગ લેવાની મંજૂરી
રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, સામાન્ય સમય સુધી દવાની દુકાનો ખુલ્લી રહેશે.
હોલ, રેસ્ટોરાં, બાર અને શોપિંગ મોલ્સ 15 જાન્યુઆરી, 2022 સુધી 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે
બાયોમેટ્રિક સિસ્ટમ વધુ ઓર્ડર સુધી બંધ રહેશે. ઓફિસો 50 ટકા હાજરી સાથે કાર્ય કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).