Face Of Nation 05-05-2022 : ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલની મુશ્કેલી વધી ગઈ. છેતરપિંડીના કેસમાં ફિલ્મ અભિનેત્રીની તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને ઝારખંડ હાઈકોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ એસકે દ્વિવેદીની કોર્ટમાં ગુરુવારે અમિષા પટેલની અરજી પર સુનાવણી થઈ. તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે અભિનેત્રી અમિષા પટેલને છેતરપિંડીના કેસમાં કોઈપણ પ્રકારની રાહત આપવાની અરજીને ફગાવી દીધી છે. તો બીજીતરફ અમિષા પટેલની વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં નીચલી કોર્ટે સમન્સ જાહેર કર્યું છે. અભિનેત્રીએ આ કેસ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અભિનેત્રી અમિષા પટેલ પર ફિલ્મોમાં પૈસા રોકવાની ઓફર આપીને છેતરપિંડીનો આરોપ છે. આ પહેલા 28મી એપ્રિલના રોજ ઝારખંડ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન તેના તરફથી જવાબ દાખલ કરવા માટે સમયની માગ કરાઈ હતી, જે કોર્ટે સ્વીકારી હતી. ગુરુવારે ફરીથી આ કેસની સુનાવણી થઈ.
નીચલી અદાલતે અભિનેત્રીને સમન્સ જાહેર કર્યું
અમિષા પટેલની વિરુદ્ધ રાંચી જીલ્લાના હરમુનાના રહેવાસી અજય કુમાર સિંહે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે, અજય કુમાર સિંહને અમિષા પટેલે ફિલ્મોમાં પૈસા રોકવાની ઓફર કરી હતી. ફિલ્મ દેશી મેજિક બનાવવાના નામ પર અજય કુમાર સિંહે અત્રિનેત્રી અમિષા પટેલને અઢી કરોડ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ફિલ્મ ન બનતા અજય કુમાર સિંહે પૈસાની માગ કરી તો અભિનેત્રી અમિષા પટેલે તેને ચેક આપ્યો, જે બાઉન્સ થઈ ગયો હતો. તેના પછી મામલો કોર્ટ પહોંચ્યો. નીચલી અદાલતે આ કેસમાં અભિનેત્રીને સમન્સ જાહેર કર્યું હતું. તેના પછી આ કાર્યવાહીને અમિષા પટેલની તરફથી પડકારવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).