Face Of Nation, 24-09-2021: દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોર થયો છે. શુક્રવાર બપોરના અહીં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીને મોરી હત્યા કરી દેવામાં આવી છે. જે બાદ કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયું અને હુમલાખોરોને પણ ઠાર મારવામાં આવ્યા છે.
આ શૂટઆઉટમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. તેમાંથી એક જિતેન્દ્ર છે, જ્યારે બે હુમલાખોર છે. જો કે, જિતેન્દ્ર પર જ હુમલો કરવા માટે આવ્યા હતા.
દિલ્હી પોલીસના જણાવયા અનુસાર, બે હુમલાખોર વકીલ બનીને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. જેમણે ગેંગસ્ટર જિતેન્દ્રને ગોળી મારી હતી. સ્પેશિયલ સેલની ટીમે જિતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી, જ્યાં આ ઘટના બની હતી.
માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીના ટિલ્લૂ ગેંગે જિતેન્દ્રની હત્યા કરી છે. જે બે હુમલાખોર ઠાર માર્યા છે, તેમાં એક રાહુલ છે જેના પર 50 હજારનું ઇનામ છે. જ્યારે અન્ય એક બદમાશ છે.
જિતેન્દ્રને બે વર્ષ પહેલા સ્પેશિયલ સેલના ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર જીતેન્દ્ર ગોગીએ ગુના દ્વારા ઘણી સંપત્તિ કમાવી હતી. જીતેન્દ્ર ગોગીના નેટવર્કમાં 50 થી વધુ લોકો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)