Face Of Nation 24-03-2022 : ગઈકાલે રાતે ભાજપના નેતાઓએ ટ્વિટર ઉપર અરવિંદ કેજરીવાલના ફોટા સાથે દિલ્લી શિક્ષણ મોડલનો વિરોધ કરતા ઢગલાબંધ ટ્વિટ કર્યા હતા. ગઈકાલ મોડી રાત સુધી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વિટર વોર ચાલી હતી. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ શિક્ષણ મુદ્દે ભાજપને ઘેરી લીધું હતું. દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનિષ સીસોદીયાએ શિક્ષણ વિશે ચર્ચા કરવા માટે ગુજરાત ભાજપ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીને ચેલેન્જ કરી છે. શિક્ષણ ઉપર ચર્ચા કરવાનું સ્થળ, તારીખ અને સમય જિતુ વાઘાણી જણાવે ત્યાં દિલ્લીના શિક્ષણમંત્રી મનિષ સિસોદીયા હાજર રહેશે એવું ટ્વિટરમાં જણાવ્યું છે. મનિષ સિસોદિયાએ ટ્વિટમાં જણાવ્યું છે કે, પંજાબના પરિણામો પછી જે રીતે ‘આપ’નો પ્રભાવ વધી રહ્યો છે તે જોતાં ભાજપમાં મુંઝવણ વધી છે. ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારૂં છે. હું ગુજરાતના શિક્ષણમંત્રીને ડિબેટ માટે ચેલેન્જ કરૂં છું. સ્થાન અને સમય તમે નક્કી કરો તે.
ભાજપ-આપ વચ્ચે ટ્વિટર વોર
ભાજપ દ્વારા ટ્વિટર ઉપર આમ આદમી પાર્ટીના શિક્ષણ મોડલ વિરૂદ્ધમાં એકસાથે ધડાધડ પાંચ – સાત ટ્વીટ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ દરેક ટ્વીટ ઉપર મોટી સંખ્યામાં કોમેન્ટ કરીને શિક્ષણના મુદ્દે ભાજપની નિષ્ફળતા પર પ્રહાર કર્યા હતા. આ રીતે ટ્વિટર વોર જામી હતી. હવે આ મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પણ ગુજરાતના શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીને ડિબેટ કરવા ખુલ્લી ચેલેન્જ કરી છે. મનિશ સિસોદિયાએ ગુજરાતની સરકારી શાળામાં 28,212 શિક્ષકો અને આચાર્યોની ઘટ, કૉલેજમાં 6903 પ્રોફેસર્સની ઘટ, 18,000 કલાસરૂમની ઘટ તેમજ 6000 સરકારી શાળાઓ બંધ થઈ ચૂક્યા અંગેની ટ્વીટ કર્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics ડિબેટ કરવા ખુલ્લી ચેલેન્જ; ‘હું ગુજરાતના શિક્ષણમંત્રીને ડિબેટ માટે ચેલેન્જ કરૂં છું,...