Face Of Nation 09-04-2022 : ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યપાલ, પ્રધાનમંત્રી સહિતને ફરિયાદ કરી જણાવ્યું છે કે, વાણી વિલાસ કરી સત્તાના પદમાં શિક્ષણને વેપાર બનાવનાર સંચાલકો સાથે સાઠગાંઠ રચી વાલી અને વિદ્યાર્થીઓને ગુજરાત છોડી જવાનું જાહેરમાં નિવેદન આપતા ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સામે શિસ્ત ભંગના પગલા સાથે રાજીનામું લેવું જોઈએ.
તમે તો પોતાને જનતાના સેવક ગણાવો છોને?
રાજકોટ ખાતે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જેમને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતુ હોય તે જે દેશ-રાજ્યમાં સારું લાગે ત્યાં જતા રહેવા ના નિવેદન સામે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ફરિયાદ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ચૂંટણી કમિશનર અને વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરી છે. અગાઉ પણ બાળકો ખુલ્લામાં ભણતા હોય તો ભલે ભણે અમે ભણ્યા હતા તેવા નિવેદન સામે ગુજરાત હાઇકોર્ટમાં તેમની સામે સુવો મોટો કાર્યવાહી હાથ ધરાઇ હતી. વાલી મંડળે જિતુ વાઘાણીને ગુજરાત છોડી બીજે ચાલ્યા જવાનું કહેનાર આપ કોણ છો? તમે તો પોતાને જનતાના સેવક ગણાવો છોને? માલિક કેવી રીતે બની ગયા ? આ કઇ વાતનો દંભ છે? આ જનતા છે એક નહી હજાર વખત સવાલ પૂછશે અને દરેક વખતે તમારે જવાબ આપવો પડશે. ગુજરાતની શિક્ષણની સ્થિતિથી તમે સારી રીતે વાકેફ છો અને જો ન હોવ તો શિક્ષણમંત્રી જેવા પદે તમારે રહેવું જોઇએ નહીં. વાલીઓની તકલીફ જુઓ તેઓ પોતાની અડધાથી વધારે કમાણી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે છે. ફી, નોટ-બુકસ, ડ્રેસ, ટ્રાન્સપોર્ટેશનના નામે લૂંટ ચાલી રહી છે અને તમે આત્મમુગ્ધ બનીને ગુજરાતના શિક્ષણને દેશમાં સર્વશ્રેષ્ઠ કહો છો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).