Face Of Nation 01-06-2022 : ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહેલી અને બીજી જૂન દરમિયાન બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક યોજાઈ રહી છે. આજે શરૂ થયેલી આ બેઠકમાં સમગ્ર દેશના શિક્ષણમંત્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પહેલાં જ સૌથી વધુ ચર્ચા ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી અને દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાને લઈને થઈ રહી છે. અમદાવાદ એરપોર્ટથી તમામ મંત્રીઓને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા ત્યારે ધર્મેન્દ્ર પ્રધાન, જિતુ વાઘાણી અને મનીષ સિસોદિયા એક જ ગાડીમાં વિદ્યા સમીક્ષા કેમ્પ જવા માટે રવાના થયા હતા.
વિવાદને જોતાં ફરી કોઈ ચૂક ના થાય એનું ધ્યાન રખાયું
થોડા સમય અગાઉ મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ જિતુ વાઘાણીએ એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જિતુ વાઘાણીના એ નિવેદનને કારણે રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. આ નિવેદન બાદ ભાજપના અનેક નેતાઓ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગયા હતા, પરંતુ જો આ વખતે મનીષ સિસોદિયા કોઈ વિવાદાસ્પદ નિવેદન કરે તો ફરી વિવાદ સર્જાઈ શકે એવી આશંકાને કારણે જિતુ વાઘાણી તેમની સાથે પડછાયાની જેમ રહ્યા હતા. હવે આ બાબતે કયું કારણ જવાબદાર છે એ અંગેની અનેક અટકળો વહેતી થઈ છે.
રાજ્યોના શિક્ષણમંત્રીઓએ BISAGની મુલાકાત લીધી
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સહિત વિવિધ રાજ્યોના શિક્ષણમંત્રીઓ તથા તેમના પ્રતિનિધિઓએ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જિયો ઇન્ફોર્મેટિક્સ (BISAG), ગાંધીનગરની મુલાકાત લીધી હતી. BISAGનું SATCOM નેટવર્ક એ ઉપગ્રહ સંચાર આધારિત નેટવર્ક સેવા છે, જે રાજ્યભરમાં દૂરવર્તી ક્રિયા-પ્રતિક્રિયા પૂરી પાડે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).