Home Politics વિવાદ ભડક્યો: ‘આપ’એ જાળ બિછાવી ને વાઘાણી ફસાયા;’ભાજપની સરકાર અને સંગઠને પણ...

વિવાદ ભડક્યો: ‘આપ’એ જાળ બિછાવી ને વાઘાણી ફસાયા;’ભાજપની સરકાર અને સંગઠને પણ ગંભીર નોંધ લીધી’

Face Of Nation 06-04-2022 : આજે ભાજપનો સ્થાપના દિવસ છે અને આજે જ વાઘાણીએ આવું નિવેદન કરતા તેની ચોમેરથી ટીકા થઈ છે અને ભાજપના સંગઠન તથા સરકારે તેની ગંભીર નોંધ લીધી છે. બીજીતરફ આજે રાજકોટમાં એકાએક વાઘાણીએ વાલીઓ પર રોષ ઠાલવતા નિવેદનબાજી કરી તેનાથી વાલીઓ ખૂબ અકળાયા છે. એક તો કોરોનાકાળમાં એક ક્વાર્ટરની ફી માફ કરવા મુદ્દે વાઘાણીએ આબાદ ફેરવી તોળ્યું અને હવે ગુજરાતમાં શિક્ષણ ના ફાવતું હોય તો જતા રહેવાનું તેમણે નિવેદન કરતા તેની ગંભીર નોંધ લેવાઈ છે.
સિસોદીયાએ દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા જોવાની ઓફર
પંજાબમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેંસારા માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે. આપના નેતાઓ વારંવાર ગુજરાતમાં શિક્ષણના કથળેલા સ્તર પર પ્રહારો કરી દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાના વખાણો કરે છે. ગુજરાતમાં આપ શિક્ષણને મુખ્ય મુદ્દો બનાવી ગુજરાત સરકારને ભીંસમાં લેવાની કોઈ તક ચૂકતી નથી. તાજેતરમાં જ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ શિક્ષણમંત્રીને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા જોવાની ઓફર કરી હતી. આનાથી અકળાયેલા વાઘાણી આવું નિવેદન કરી ગયા હોવાની ચર્ચા છે.
શિક્ષણમંત્રી આપના બદલે વાલીઓ પર અકળામણ ઠાલવી બેઠા
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં શિક્ષણ, શિક્ષક અને શિક્ષણ વ્યવસ્થા સામે માત્ર આપ જ નહીં રાજ્યના વાલીઓ પણ અકળાયેલા છે. તાજેતરમાં મળેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે વિપક્ષે અનેક સવાલો કર્યા હતા. ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન પણ આપ સામે લડવા દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાનો આંતરિક સર્વે કરી ગુજરાતમાં તેના અમલ માટે ઉતાવળ કરી રહ્યા હતા. આવામાં ગુસ્સાવાળા મંત્રી તરીકેની છબિ ધરાવતા શિક્ષણમંત્રી આપ સામેની અકળામણ ગુજરાતના વાલીઓ પર ઠાલવી બેઠા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).