Home News સુરક્ષાબળોની સાથે અથડામણમાં શનિવારે 1 આતંકી ઠાર, એન્કાઉન્ટર સાઇટ પાસે હાજર સ્કૂલના...

સુરક્ષાબળોની સાથે અથડામણમાં શનિવારે 1 આતંકી ઠાર, એન્કાઉન્ટર સાઇટ પાસે હાજર સ્કૂલના બાળકો ને બચાવ્યા.

Face Of Nation, 20-11-2021: પોલીસે શનિવારે આ જાણકારી આપી કે જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાબળોની સાથે અથડામણમાં શનિવારે 1 આતંકવાદી ઠાર માર્યો હતો. સુરક્ષાબળોએ ઓપરેશન શરૂ કરતાં પહેલાં કુલગામના આશમુજી વિસ્તારમાં એન્કાઉન્ટર સાઇટ પાસે હાજર સ્કૂલના બાળકો અને કેટલાક બાળકોને બચાવ્યા.

એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાબળોએ આતંકવાદીઓ હોવાની સૂચના મળતાં કુલગામ જિલ્લાના આશમુજી વિસ્તારમાં ઘેરાબંધી કરીને તલાશી અભિયાન શરૂ કર્યું.

તેમણે જણાવ્યું કે અભિયાન દરમિયાન ક્ષેત્રમાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીઓ વરસાવી. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરતાં ગોળીઓ ચલાવી, જેમાં આતંકવાદી ઠાર માર્યો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે અથડામણ હજુ ચાલુ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)