Home Uncategorized કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર, એક પોલીસ જવાન...

કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર, એક પોલીસ જવાન પણ શહીદ

Face of Nation 13-01-2022:  કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં આતંકી સગઠન જૈશ-એ -મોહમ્મદનો એક આતંકી ઠાર મરાયો છે.મૃતક આતંકીની હજુ સુધી ઓળખ થઇ શકી નથી. અથડામણમાં એક પોલીસ જવાન પણ શહીદ થયો છે. સાથોસાથ સેનાના ત્રણ જવાન અને બે નાગરીકો પણ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

પોલીસને પરિવાન વિસ્તારમાં આતંકીઓ હોવાની ખબર મળી હતી.જેના આધારે સેનાના જવાનોની ટીમે તપાસ હાથ ધરી હતી. થોડી જ મીનીટોમાં જવાનોએ એક આતંકીને ઠાર માર્યો હતો. વળતા પ્રહાર સાથે જ અથડામણ શરુ થઇ હતી. અથડામણ દરમિયાન એક પોલીસ જવાન શહીદ થયો, તો સેનાના ત્રણ જવાન અને બે નાગરિક ઘાયલ થયા હતા. આ માહિતી કાશ્મીર ઝોનના આઈ જીવિજય કુમારે આપી હતી (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).