Home Politics જૂનાગઢ મનપાની ચુટણી પેહલા જ કોંગ્રેસમાં ભંગાણ,ફોર્મ પરત ખેચવાના અંતિમ દિવસે જ...

જૂનાગઢ મનપાની ચુટણી પેહલા જ કોંગ્રેસમાં ભંગાણ,ફોર્મ પરત ખેચવાના અંતિમ દિવસે જ કોંગ્રેસના છ ઉમેદવાર અને સાત અપક્ષોએ ફોર્મ પરત ખેચી લીધા

Face Of Nation:જૂનાગઢ મનપાની ચુટણીમાં આજે ફોર્મ પરત ખેચવાના અંતિમ દિવસે કોંગ્રેસના છ ઉમેદવાર અને સાત અપક્ષોએ ફોર્મ પરત ખેચી લેતા હવે 14 વોર્ડની કુલ 56 બેઠક માટે 159 ઉમેદવારો વચ્ચે ચુટણી જંગ ખેલાશે.

જેમાં મતદાન પહેલા જ બોર્ડ નંબર 3 માં ભાજપના 3 ઉમેદવાર બિન હરીફ્ થતા હવે ભાજપના 56 , કોંગ્રેસના 52, એનસીપીના 25 અને અપક્ષ સહિત અન્ય 26 ઉમેદવારો મેદાને જંગમાં છે. જેમના માટે આગામી 21 મી જુલાઈએ ચુંટણી યોજાશે. જૂનાગઢ મનપાની ચુટણી માટે કુલ 288 ફોર્મ ભરાયા હતા, જેમાં ગઈકાલે 113 ફોર્મ રદ થયા હતા, જેથી બાકીના 175 ફોર્મ રહ્યા હતા.

આજે ફોર્મ પરત ખેચવાના દિવસે વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના ચાર ઉમેદવાર હસીનાબેન પઠાણ, મનાજબેન બ્લોચ, અસ્લમ કુરેશી અને અક્રમ કુરેશીએ ફોર્મ પરત ખેંચી લેતા અહીના ભાજપના ત્રણ ઉમેદવાર શરીફબેન વહાબભાઈ કુરેશી, અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી, અને નિશાબેન ધીરેન કારિયા ચૂંટણી પહેલા જ બિન હરીફ્ જાહેર થયા હતા.

ભાજપની ત્રણ બેઠક બિન હરીફ્ જાહેર થતા આ ત્રણેય ઉમેદવારોએ વિજય સરઘસ પણ કાઢયું હતું. આ સિવાય વોર્ડ નંબર 13 માં કોંગ્રેસના ભાવનાબેન પ્રદીપભાઈ ટાંક, વોર્ડ નંબર 9 માં કોંગ્રેસના હાજાભાઇ કટારાએ પણ પોતાનું ફોર્મ પરત ખેચી લીધું હતું.

અપક્ષોની વાત કરીએ તો વોર્ડ નંબર 15, 9, 10 અને 12 માંથી એક-એક મળીને કુલ સાત અપક્ષોએ ફોર્મ પરત ખેચી લીધા હતા.એમ આજે કોંગ્રેસના છ ઉમેદવાર અને સાત અપક્ષોએ પોતાના ફોર્મ પરત ખેચ્યા હતા. હવે 15 વોર્ડ નીકુલ 60 બેઠકમાંથી ચાર બેઠક બિન હરીફ્ થતા હવે કુલ 14 વોર્ડની 56 બેઠક માટે 159 ઉમેદ વારો મેદાને જંગ માં રહ્યા છે. આ વખતે ત્રીપાખીયાઓ જંગ જોવા મળશે.

રાજકોટ: તાલાલા, પોરબંદર અને બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ફસકી જતા ભાજપને 3 બેઠકો બિનહરીફ મળી છે. જેમાં તાલાલામાં વોર્ડ નંબર 1, પોરબંદરમાં વોર્ડ નંબર 3 અને બગસરામાં વોર્ડ નંબર 6ની બેઠક બિનહરીફ મળી હતી.