Face Of Nation, 28-09-2021: જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. જ્યારે ગુજરાત અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે ઓફિશિયલી કોંગ્રેસમાં જોડાયા નથી. જિગ્નેશ મેવાણી હાલ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. તે 3-4 મહિનામાં પાર્ટી સાથે જોડાશે. સૂત્રોના મતે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ બંને યુવા નેતાઓ અને કોંગ્રેસના નેતૃત્વ વચ્ચે વાતચીતની મધ્યસ્થતા કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને યુવા નેતાઓની પાર્ટીમાં એન્ટ્રી પર ઉપસ્થિત રહીને રાહુલ ગાંધીએ મોટો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.
કન્હૈયા કુમારે કોંગ્રેસ જોઈન કર્યા પછી કહ્યું કે મને અને દેશના કરોડો યુવાઓને લાગવા માંડ્યું છે કે જો કોંગ્રેસ નહીં બચે તો દેશ નહીં બચે. જેથી કોંગ્રેસ જોઇન કરી છે. કોંગ્રેસ દેશનો સૌથી મોટો વિપક્ષ છે તેને બચાવવાની જવાબદારી છે. જો મોટું જહાજ નહીં બચે તો નાનું જહાજ પણ બચશે નહીં. દેશમાં હાલના સમયે વૈચારિક સંઘર્ષને કોંગ્રેસ પાર્ટી જ નેતૃત્વ આપી શકે છે. આ દરમિયાન કન્હૈયા કુમારે કોંગ્રેસને સૌથી લોકતાંત્રિક પાર્ટી ગણાવી છે.
કોંગ્રેસના સૂત્રોના મતે કન્હૈયા કુમારને કોંગ્રેસની નજીક લાવવામાં સૌથી મોટો ભૂમિકા ધારાસભ્ય શકીલ અહમદ ખાને નિભાવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે કન્હૈયા સાથે તેમનો સારો તાલમેલ છે અને તેમણે જ કન્હૈયા કુમારની મુલાકાત રાહુલ ગાંધી સાથે કરાવી હતી. નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) સામેના આંદોલનમાં પણ શકીલ બિહારમાં કન્હૈયા સાથે ફરી રહ્યા હતા. જોકે તેમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો પણ મહત્વનો રોલ માનવામાં આવી રહ્યો છે. પ્રશાંત કિશોરની ગાઇડલાઇન અંતર્ગત રાહુલ ગાંધી યુવા નેતાઓની ટીમ બનાવી રહ્યા છે. તેમાં કન્હૈયાની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ કન્હૈયા કુમારનો યૂપી વિધાનસભા ચૂંટણી-2022માં ઘણા સ્તરો પર ઉપયોગ કરવા માંગે છે.
મૂળ રૂપથી બિહારનો કન્હૈયા કુમાર જેએનયૂમાં કથિત રીતે દેશવિરોધી સૂત્રોચ્ચાર મામલામાં ધરપકડ પછી ચર્ચામાં આવ્યો હતો. તે ગત વિધાનસભામાં બિહારની બેગૂસરાય લોકસભા સીટથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે ચૂંટણી લડ્યો હતો. જેમાં કારમો પરાજય થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)