Face Of Nation 25-02-2022 : રશિયાના રાષ્ટ્રપતિ પુતિની દાદાગીરી સામે કોઈનું ચાલી રહ્યું નથી. રશિયા બીજા દિવસે પણ યુક્રનને ધમરોળી રહ્યું છે, અહીં ઠેર ઠેર કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ માત્ર નિવેદનબાજી કરી ચૂપ જોવા મળી રહ્યા છે. અમેરિકી પ્રમુખ જો બાઈડને યુક્રેન સંકટને લઈને એક અઠવાડિયાની અંદર બીજી વખત વ્હાઇટ હાઉસથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.
કઈક અલગ અપેક્ષાઓ હતી
તેમના સંબોધન દરમિયાન, તેમણે રશિયાને ભયંકર પરિણામોની ચેતવણી આપી અને નવા પ્રતિબંધોની પણ જાહેરાત કરી હતી. તેમણે પુતિન સાથે વાત કરવા અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની મારી કોઈ યોજના નથી. આ વખતે પણ તેમણે માત્ર નિવેદનબાજી કરી હતી જોકે દુનિયા તેમના પાસેથી કઈક અલગ અપેક્ષાઓ લઈને બેઠી છે.
માત્ર આશ્વાસન
તેમણે કહ્યું, અમારા દળો યુક્રેનમાં લડવા માટે યુરોપ નથી જઈ રહ્યા, પરંતુ અમારા નાટો સહયોગીઓની સુરક્ષા કરવા અને પૂર્વમાં તે સાથીઓને આશ્વાસન આપવા માટે જઈ રહ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ નાટોના દરેક ક્ષેત્રમાં તેની સંપૂર્ણ શક્તિ સાથે જઈ રહ્યું છે. જો બાઈડને કહ્યું કે અમે રશિયાની ડોલરમાં વેપાર કરવાની ક્ષમતાને મર્યાદિત કરીશું. તેઓ રશિયા પર તેમના લાંબાગાળાના પ્રભાવને વધારવા અને US અને તેના સાથીઓ પરની અસર ઘટાડવા માટે મજબૂત પ્રતિબંધો તૈયાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના G7 નેતાઓ સાથે સંમત છે કે, તેઓ સામૂહિક રીતે રશિયાની ડોલર, યુરો, પાઉન્ડ અને યેનમાં વેપાર કરવાની ક્ષમતાને મર્યાદિત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકા તેના સૈન્યને ફાઇનાન્સ કરવાની અને તેની સૈન્ય વધારવાની રશિયાની ક્ષમતાને રોકશે. તેમણે કહ્યું કે તેઓ જે પ્રતિબંધો ડિઝાઇન કરી રહ્યા છે તે 21મી સદીના ઉચ્ચ તકનીકી અર્થતંત્રમાં સ્પર્ધા કરવાની તેની ક્ષમતાને નબળી પાડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).