https://youtu.be/mQ9o5DQqAFg
Face Of Nation 06-04-2022 : સોશિયલ મીડિયા પર અમેરિકાના વ્હાઈટ હાઉસમાં મંગળવારે થયેલા એક ઈવેન્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અહીં બન્યું એવું કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આજબાજુ હાલના રાષ્ટ્રપતિ જો બાઈડનની સરખામણીમાં વધુ લોકો જોવા મળ્યા હતા. જ્યારે બાઈડને તો થોડીવાર એકલા જ ઉભા રહેવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ઓબામા થોડો સમય ઉભા થયા તો વ્હાઈટ હાઉસનો સ્ટાફ તેમની આજુબાજુ વીંટળાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિને વ્હાઈટહાઉસ ખાતે ડિનર માટે બોલાવ્યા હતા. તો બીજીતરફ બરાક ઓબામાનું ભાષણ પુરુ થયા પછી તેમને વ્હાઈટહાઉસનો સ્ટાફ મળવા, હાથ મેળવવા અને વાતચીત કરવા માટે ઉભો રહ્યો હતો. આ સમયે બાઈડન અચરજ પામીને એકલા ફરતા જોવા મળ્યાં હતા.
ભાષણની શરૂઆત વાઈસ પ્રેસિડન્ટ બાઈડન એમ કહીને કરી હતી
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જ્યારે વ્હાઈટહાઉસમાં કાર્યક્રમને સંબોધિત કર્યો તો તેમણે ભાષણની શરૂઆત હંસતા હંસતા વાઈસ પ્રેસિડન્ટ બાઈડન એમ કહીને કરી હતી. ઓબામાએ કહ્યું મેં પદ છોડ્યા પછી છેલ્લા પાંચ વર્ષમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જેવા કે સિક્રેટ સર્વિસ અધિકારીઓને એવિએટર ચશ્મા પહેરાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ સિવાય વ્હાઈટહાઉસમાં બિલાડીઓ પણ ફરવા લાગી છે. આ માટે અભિનંદન વાઈસ પ્રેસિડન્ટ બાઈડન. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).