Home Uncategorized જો બાયડને રશિયા સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરી; રશિયન સી-ફૂડ અને ડાયમંડ...

જો બાયડને રશિયા સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરી; રશિયન સી-ફૂડ અને ડાયમંડ આયાત પર મૂક્યો પ્રતિબંધ

Face Of Nation 11-03-2022 : રશિયાના સીફૂડ અને હીરાની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાયડને કહ્યું કે રશિયાને આપવામાં આવેલ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આંતરરાષ્ટ્રીય શાંતિ માટે મોટો ખતરો છે.
રશિયન તમાકુ, કપડાં અને પ્રાચીન વસ્તુઓ જેવી વસ્તુઓનો પણ સમાવેશ કરાશે : રાસાયણિક શસ્ત્રો વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર જો બાયડને કહ્યું કે જો રશિયા તેનો ઉપયોગ કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. જ્યારે યુક્રેન પાસે રાસાયણિક હથિયારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. આવી સ્થિતિમાં તે તેના પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. અમેરિકાએ રશિયામાં વૈભવી સામાનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. બાયડને કહ્યું કે રશિયન તમાકુ, કપડાં, ઘરેણાં, કાર અને પ્રાચીન વસ્તુઓ જેવી વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવશે. તેની પાછળનો ઈરાદો રશિયન અલિગાર્કો પર દબાણ લાવવાનો અને રશિયાની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનો છે. અમેરિકા રશિયા પર સતત દબાણ કરી રહ્યું છે. સૌએ રશિયા સામે એક થવાની જરૂર છે. આ માટે સૌએ એક થવું પડશે. બાયડને કહ્યું કે રશિયાના બિઝનેસ પર પ્રતિબંધો લાદવામાં આવશે. તેમણે કહ્યું કે જો રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે તો તે ત્રીજું વિશ્વ યુદ્ધ હશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).