Home Uncategorized હવે એક ડોઝમાં કોરોના સામે મળશે રક્ષણ, Johnson and Johnson ની વેક્સિનને...

હવે એક ડોઝમાં કોરોના સામે મળશે રક્ષણ, Johnson and Johnson ની વેક્સિનને મળી મંજૂરી

Face Of Nation, 07-08-2021: અમેરિકી કંપની જોસનસ એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી તેની જાહેરાત કરી છે. ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવનાર આ પાંચમી વેક્સિન છે. સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ (ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા), ભારત બાયોટેકની કોવૈક્સીન અને ડો. રેડ્ડીઝની સ્પૂતનિક વી (રશિયાની) પહેલાથી ઉપલબ્ધ છે. રિપ્લાને પણ મોડર્નાની વેક્સિન ઇમ્પોર્ટ કરવાની મંજૂરી મળી ચુકી છે.

જોસનસ એન્ડ જોનસ આ વેક્સિનનું ઉત્પાદન કઈ રીતે કરશે, તે વિશે વધુ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ કંપનીએ તે જરૂર કહ્યું છે કે તેની ગ્લોબલ સપ્લાયમાં બાયોલોજિકલ ઈની મહત્વની ભૂમિકા હશે. આવો તમને જણાવીએ જોનસન એન્ડ જોનસનની સિંગલ વેક્સિન કેવી રીતે બની છે, કઈ રીતે કામ કરે છે અને કેટલી અસરકારક છે.

જોસનસ એન્ડ જોનસનની વેક્સિન કોવિડ-19 આપનાર SARS-CoV-2 વાયરસના જેનેટિક મટીરિયલનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. તેને Ad26.COV2.S કહે છે. આ વાયરસના જેનેટિક કોડનો પ્રયોગ સ્પાઇક પ્રોટીન બનાવવા માટે કરે છે. ઘણી અન્ય વેક્સિન પણ આ રીતે પ્રોટેક્શન પ્રદાન કરે છે.

એકવાર શરીરમાં વેક્સિન પહોંચી જાય તો આ બીમારી વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર કરવાનો નિર્દેશ આપે છે. કારણ કે વેક્સિનમાં વાયરસનું પૂરુ જેનેટિક મટીરિયલ ન હોય, તેથી તે લોકોને બીમાર બનાવી શકતી નથી. તેવામાં જ્યારે ઇમ્યુન સિસ્ટમ જે એન્ટીબોડી બનાવે છે, તે અસલ વાયરસની ઓળખ કરે છે અને તેની સામે લડે છે.

J&J ની વેક્સિન નોન-રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટર વેક્સિન છે. તેનો અર્થ એ છે કે વેક્સિનની અંદરનું જેનેટિક મટીરિયલ શરીરની અંદર પોતાની કોપીઝ બનાવશે નહીં. તે એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે તો તે પોતાની કોપીઝ બનાવવાનું શરૂ કરે છે, જેનાથી સંક્રમણ ફેલાય છે.

વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે સ્ટોર કરી શકાય છે. ખુલી ચુકેલા વાયલ્સ 9 ડિગ્રીથી 25 ડિગ્રી તાપમાન વચ્ચે 12 કલાક સુધી રાખી થયા છે.

J&J એ પોતની એપ્લિકેશનમાં ફેઝ 3ની ક્લિનિકલ ટ્રાયલના ડેટાનો હવાલો આપ્યો છે. તે પ્રમાણે સિંગલ ડોઝવાળી વેક્સિન બધા ક્ષેત્રમાં થયેલા અભ્યાસમાં ગંભીર બીમારી રોકવામાં 85 ટકા સુધી અસરકારક જણાય છે. ડોઝ લાગ્યાના 28 દિવસ બાદ કોવિડ-19 સાથે જોડાયેલા હોસ્પિટલાઇઝેશન અને મોતથી વેક્સિન બચાવે છે.

Twitter

Mansukh Mandaviya

India expands its vaccine basket! Johnson and Johnson’s single-dose COVID-19 vaccine is given approval for Emergency Use in India. Now India has 5 EUA vaccines. This will…

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)