Home News બાટવા પોલીસ સ્ટેશનના મહિલા PSI અને તેમના સ્ટાફ પર પથ્થરમારો, 19 લોકો...

બાટવા પોલીસ સ્ટેશનના મહિલા PSI અને તેમના સ્ટાફ પર પથ્થરમારો, 19 લોકો સામે ગુનો દાખલ

Face Of Nation, 30-08-2021: જુનાગઢ જિલ્લાના બાટવા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈના સ્ટાફ પર હુમલાની ઘટના બની છે. રાત્રી દરમિયાન પેટ્રોલિંગ સમયે પાદરડી ગામમાં પીએસઆઈની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં પથ્થરમારો કરી પોલીસની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. એક યુવકના ઘરે પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે આ ઘટના બની હતી. પોલીસની ગાડીમાંથી રોકડ રકમની ચોરી પણ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર બાટવા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ સહિતનો સ્ટાફ એક યુવકના ઘરે તપાસ કરવા ગયા હતા. આ દરમિયાન પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો પોલીસની ગાડીમાં રહેલા મહિલા પીએસઆીના પર્સમાંથી 4 હજાર રૂપિયાની ચોરી પણ કરવામાં આવી છે.

એક યુવક અને યુવતીએ લવ મેરેજ કર્યા હતા. આ બાબતે યુવકના ઘરે તપાસ માટે પોલીસની ટીમ પહોંચી હતી. આ સમયે લોકોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. રાત્રીના સમયે પીએસઆઈ દ્વારા માણાવદર, વંથલી પોલીસને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે પાદરડી ગામના 19 લોકો વિરુદ્ધ રાયોટિંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે. હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)