Face Of Nation, 09-08-2021 : ગુજરાતની 6 મેડિકલ કોલેજ જેના બોન્ડેડ ડોકટરની હડતાલ આજે છઠ્ઠા દિવસે પણ યથાવત છે. આજે હડતાલ પર બેઠેલા તબીતો કોરોના વોરિયર્સના સન્માન પત્રો એકત્રિત કરીને સિવિલ સુપરિટેન્ડેટ પરત આપવા એકઠા થયાં હતા. તબીબોનું કહેવું છે કે, હાલ તો સરકારે તેમને આ સન્માન પત્ર પરત આપ્યાં છે પરંતુ જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો સન્માન પત્ર પરત કરી દેવાશે.
કોરોનાની મહામારીમાં એપ્રિલ માસમાં જ્યારે કેસ વધુ હતા ત્યારે સરકારે એક દિવસની બોન્ડ ડ્યૂટીને બે દિવસમાં કાઉન્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ 6 મહિનાની કોવિડ વોર્ડમાં ડ્યૂટીને એક વર્ષના બોન્ડ સમાન ગણાય જો કે જુલાઇમાં સરકારે ફરી નવો સર્ક્યુલર બહાર પાડ્યો અને જુનુ ડ્યુટીની ફોર્મૂલાને જ લાગુ કરી દીધી. જેના ડોક્ટર્સ વિરોધ કરી રહ્યાં છે. આ સાથે બોન્ડેડ તબીબોની અન્ય પણ માંગણી કરી છે.
બોન્ડેડ તબીબોની માંગણી છે કે જુનિયનર ડોક્ટર્સને સાતમા પગાર પંચ મુજબ વેતન અપાય. જુના ફોર્મૂલા મુજબ કોવિડ વોર્ડની ડ્યૂટી ડબલ કાઉન્ટ કરવામાં આવે. પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય. અન્ય રાજ્યોની મારફત SR વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.
રેસિડેન્ટ તબીબોએ કરેલી માગ મુજબ અન્ય મેડિકલ અધિકારીની જેમ જ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે. ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર્સ ન હોવાને લીધે તેમના અભ્યાસમાં ખલેલ પડી છે. માત્ર શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે. અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગૂ કરવામાં આવે તેમજ હડતાલ પર ઉતરેલા તબીબોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ ઉપરોક્ત તમામ માંગણીઓ સંતોષાવામાં નહીં આવે તો ટૂંક સમયમાં JDA તેમજ તમામ ગર્વમેન્ટ મેડિકલ કોલેજના પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ હડતાલમાં જોડાશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)