Home News કે.કૈલાસનાથનની ફરી મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્તિ થઈ

કે.કૈલાસનાથનની ફરી મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્તિ થઈ

Face Of Nation, 19-09-2021:  ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી 1979ની બેચના નિવૃત્ત IAS અધિકારી કે.કૈલાસનાથનની નિયુક્તિ કરવામાં આવી છે. નિવૃત્તિ બાદ પણ વર્ષોથી CMO(ચીફ મિનિસ્ટર્સ ઓફિસ)માં સેવા આપે છે. આ અંગે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ઓર્ડર કર્યો છે. નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી કૈલાસનાથન સેવા આપતા રહેશે. ઉલ્લેખનીય છે કે, તેઓ 15 વર્ષથી CMOમાં કાર્યરત છે. જ્યારે મુખ્યમંત્રીના અધિક જન સંપર્ક અધિકારી તરીકે હિતેષ પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે.

તાજેતરમાં ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાતાં જ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ધરખમ ફેરફારો કરી રૂપાણી સમયના CMOના તમામ IASને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી હતી. જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની CMOના નવા ACS(એડિશનલ ચીફ સેક્રેટરી), જ્યારે અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની CMOના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.એન. દવેની પણ તાત્કાલિક અસરથી બદલી કરી CMOમાં OSD તરીકે નિમણૂક કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)