Face Of Nation, 21-08-2021 : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની તરફ જઇ રહેલા 150 લોકોનું અપહરણ કર્યું છે. તેમાંથી મોટાભાગના ભારતીય નાગરિકો છે. સ્થાનિક મીડિયા દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અપહરણ કરાયેલા લોકોમાં મોટાભાગના ભારતીય છે પરંતુ તેમાં અફઘાનિસ્તાનના નાગરિકો અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખ પણ સામેલ છે. ભારતીયોને માર માર્યાના અહેવાલ પણ છે. જો કે, આ ઘટનાની હજુ સુધી સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
આ તમામ લોકોનું કાબુલના હમીદ કરઝાઈ એરપોર્ટ નજીકથી અપહરણ કરવામાં આવ્યું છે. એક સૂત્રે અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા કાબુલ નાઉને કહ્યું કે તે કોઈક રીતે તેની પત્ની અને કેટલાક અન્ય લોકો સાથે ભાગી જવામાં સફળ રહ્યો. તેણે કહ્યું કે તે બધા 8 મીની વાનમાં બેઠા હતા અને રાત્રિના એક વાગ્યો હતો. આ લોકો કાબુલ એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેઓ અંદર પ્રવેશી શક્યા નહીં.
અપહરણ કહાયેલા લોકોને માર્યાના સમાચાર પણ છે
ત્યારબાદ તાલિબાનીઓનું એક જૂથ આવ્યું અને તેઓ તેમને તારાખિલ લઈ ગયા જે કાબુલના પૂર્વમાં આવેલ છે. આ દરમિયાન ભારતીયો સાથે મારપીટ કરવામાં આવી હતી. સૂત્રએ કહ્યું કે તેઓ મીનીવાનનો કાચ ખોલી કૂદી ગયા અને કોઈક રીતે તેમનો જીવ બચાવ્યો. તાલિબાનીઓએ ભારતીયોને કહ્યું કે તેઓ તેમને બીજા દરવાજાથી લઈ જશે પરંતુ તેઓ હવે ક્યાં છે તે જાણી શકાયું નથી. તાલિબાને હજુ સુધી આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)