Home Crime કડીમાં પિતાનું દુષ્ટકૃત્ય:14 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી નિપજાવી હત્યા,લાશ કેનાલમાં ફેંકી...

કડીમાં પિતાનું દુષ્ટકૃત્ય:14 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી નિપજાવી હત્યા,લાશ કેનાલમાં ફેંકી દીધી

Face Of Nation: મહેસાણામાં ચાર દિવસ પહેલા 13 વર્ષીય બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કેનાલ પરથી મળેલી 13 વર્ષની બાળકીની હત્યા ખુદ પિતાએ જ કરી હોવાનું ખુલ્યું છે. મળતી માહિતી પ્રમાણે બાળકીનો પિતા દાણીલીમડા રહે છે. બાળકી કડીના ચાલાસણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ચાર દિવસ પહેલા એક્ટિવા ઉપર બાળકીને દાણીલીમડાથી હોસ્ટેલ મૂકવા માટે ગયો હતો. ત્યારે રસ્તામાં જ પિતાએ બાળકીની હત્યા કરી હતી. અને ત્યાંથી ફરાર થયો હતો. પ્રાથમિક પૂછપરછમાં બાળકી ઉપર દુષ્કર્મ કર્યાનો પિતાએ ઇન્કાર કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક બાળકી આરોપી પિતાની અગાઉની પત્નીનું સંતાન હતું અને તે સતત હેરાન કરતી હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કડીના આદુંદરા પાસે નર્મદા કેનાલની કિનારીથી અંદરના ભાગે ઢાળ ઉપરથી શનિવારે સવારે બાળકીની દુષ્કર્મ બાદ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી ફેંકી દીધેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.રેપ વિથ મર્ડરની આ ઘટનાને અકસ્માતમાં ખપાવવાના ઇરાદે લાશ કેનાલમાં ફેંકી હોવાના અનુમાન સાથે પોલીસે બાળકીની ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ લાશને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ લઇ જવાઇ છે. દરમિયાન, કડી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા, દુષ્કર્મ, અપહરણ સહિતનો ગુનો નોંધ્યો હતો.

કડી-જોટાણા રોડ પર આદુંદરાથી એક કિમી દૂર નગરાસણ તરફ જતી નર્મદાની કચ્છ તરફની મુખ્ય કેનાલની પાળ ઉપર શનિવારે સવારે 10-30 વાગે કપડામાં વીંટેલી હાલતમાં લાશ જોવા મળતાં રાહદારીએ આદુંદરાના સરપંચ સુરેશભાઇ પટેલને જાણ કરી હતી. જેમણે કડી પોલીસને જાણ કરતાં પીઆઈ જી.એસ. પટેલ, પીએસઆઈ એસ.આર. પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કેનાલના ઢાળ ઉપર ચત્તી પડેલી લાશનું પંચનામુ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.આ બાળકીને ગળે દુપટ્ટાથી ગાંઠ મારી મોતને ઘાટ ઉતારાઇ હતી. ગળા અને છાતીના ભાગે લાલ અને કાળા ચકામા પડી ગયેલાં હતા. તો માથાના ભાગે, કપાળ, હોઠ, ગાલ અને પીઠના ભાગે પણ ઇજાના નિશાન જણાયા હતા. બાળકીના ગુપ્તભાગે લોહીના નિશાન મળી આવ્યા હતા.