Face Of Nation : પૂર્વ ધારાસભ્ય અને વ્યવસાયે ડોક્ટર એવા અતુલ પટેલ દ્વારા કોરોના સામે લડવા તથા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવા 385 બેડની વિશેષ સુવિધા કરવામાં આવી છે. અનન્ય વિદ્યાલય , KIRC એજ્યુકેશન કેમ્પસ કલોલ તથા આદર્શ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ.અતુલ કે. પટેલ દ્વારા કોરોના વાયરસની રાષ્ટ્ર ઉપર આવી રહેલ આપત્તિ તેમજ મહામારી ના સમયે અગમચેતીના ભાગરૂપે વ્યવસ્થા કરવામાં આવી છે. આદર્શ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કે જેમાં આ ૩૮૫ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ICCU,વેન્ટિલેટર અને દરેક સગવડ સાથેની હોસ્પિટલને કોરોના અસરગ્રસ્ત દર્દીઓ માટે માનવતાની નાતે કોઈપણ ચાર્જ વગર સરકારને હસ્તક કરી દેવાની જાહેરાત પૂર્વ ધારાસભ્ય એવા ડૉ અતુલ.કે.પટેલ દ્વારા કરાઈ છે. જરૂરિયાતના સમયે વધુમાં વધુ લોકોને ક્વોરન્ટાઈનમા રાખી શકાય તેમજ સંસ્થાની સ્કૂલ બસ અને એમ્બ્યુલન્સ ને આ મહામારીમાં ઉપયોગમાં લઈ શકાય તે હેતુથી આ વ્યવસ્થા કરી રાખવામાં આવી છે.
કોરોના સામેની લડાઈમાં ભારત સરકાર/રાજ્ય સરકાર ને અનન્ય વિદ્યાલયના સ્ટાફે પોતાનો એક દિવસનો પગાર દાન આપી સેવાકાર્યમાં જોડાયા. સંસ્થાના એજ્યુકેટીવ ચેર પર્સન ગીતાબેન પટેલે જણાવ્યું છે કે હોસ્પિટલ સિવાય સમગ્ર કેમ્પસ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. છતાં જરૂરિયાત મંદોને ભોજન પૂરું પાડવા તેમજ અન્ય સેવાઓ માટે દરેક સ્ટાફ ખડે પગે હાજર રહેશે. હોસ્પિટલ દ્વારા આ મામલે સત્તાવાર નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રો.વિમલ પ્રજાપતિ(ડાયરેક્ટર)99743 55935, પ્રો.ચેતન વોરા(એક્ઝિ. ચેરમેન)99099 96701, તથા પ્રો. જનાર્દન પટેલ (Organiser)90993 90070 નો સમાવેશ થાય છે.
Home News પૂર્વ ધારાસભ્ય દ્વારા કલોલની હોસ્પિટલમાં 385 બેડની વ્યવસ્થા કરાઈ, વિનામૂલ્યે કોરોનાની કરાશે...