Face Of Nation, 21-11-2021: રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ કૃષિ કાયદાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જો આગામી સમયમાં જરૂર પડશે તો ફરીથી કાયદો બનાવવામાં આવશે. કલરાજ મિશ્રાએ ભદોહીમાં મીડિયા સાથે વાતચીત કરતા આ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કાયદો પાછો ખેંચવાનું કારણ જણાવતા કહ્યું કે અમે ખેડૂતોને સમજાવી શક્યા નથી, તેથી અમે કાયદો પાછો ખેંચી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી મોદીના આ નિર્ણય બાદ એક બાજુ જ્યાં ખેડૂતોના સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓ સરકારની ઈરાદા પર સવાલો ઉઠાવી રહી છે ,ત્યારે આ કાયદાને ફરીથી લાવવા માટે કેટલાક અવાજો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાનું કહેવું છે કે જો જરૂર પડશે તો તેઓ ફરીથી આવો કાયદો બનાવી શકે છે. આ અંગે ખેડૂત સંગઠનોએ પણ આશંકા વ્યક્ત કરી છે. એટલા માટે તેઓ કહે છે કે જ્યાં સુધી સંસદમાંથી કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન પુરું કરવામાં આવશે નહીં.
મીડિયા સાથે વાતચીત કરતા કલરાજ મિશ્રએ કાયદો પાછો ખેંચવાના નિર્ણયને પ્રશંસનીય કદમ ગણાવ્યું હતું. સાથે તેમણે એવું પણ જણાવ્યું કે, કૃષિ કાયદો દેશના ખેડૂતોના હિતમાં હતો. સરકારે ખેડૂતોને સમજાવવાની સતત કોશિશ કરી, તેમ છતાં ખેડૂત આંદોલન ચાલું રહ્યા અને પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને કહ્યું કે કાયદો પાછો ખેંચો. અંતમાં આખરે સરકારને એવું લાગ્યું કે ખેડૂતોને સમજાવવામાં આપણે અસમર્થ રહ્યા છીએ, ત્યારે કાયદો પાછો ખેંચી લીધો હતો.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ‘પછી જો આ અંગે કાયદો બનાવવાની જરૂર પડશે તો તેને ફરીથી બનાવવામાં આવશે. હાલમાં તે પાછો ખેંચી લેવામાં આવી રહ્યો છે.
કલરાજ મિશ્રા પહેલા ઉન્નાવના બીજેપી સાંસદ સાક્ષી મહારાજે ૃપણ જણાવ્યું હતું કે બિલ બને છે, બગડે છે અને પછી પાછા આવે છે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ રાષ્ટ્ર અને બિલમાંથી રાષ્ટ્રને પસંદ કર્યું છે. જ્યારે, ફર્રુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂતે કાયદો પાછો ખેંચવાના પ્રધાનમંત્રી મોદીના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે આ નિર્ણય મજબૂરીમાં લીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)