Face Of Nation, 30-09-2021: ગુજરાત એટીએસએ છેલ્લા 15 વર્ષ થી ફરાર આરોપી ને જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાંથી ધરપકડ કરી લીધી છે. આરોપી વર્ષ 2006 માં કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલ બ્લાસ્ટ કેસમાં જેહાદી ષડયંત્રમાં ફરાર હતો. આરોપી બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કશ્મીરી ની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસએ કાશ્મીરમાં એક ઓપરેશન હાથ ધરી છેલ્લા 15 વર્ષ થી ફરાર બિલાલ અહેમદની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આરોપી વર્ષ 2006 માં ભરૂચ માં આવેલ મદરેસામાં અભ્યાસ કરતો હતો અને આતંકી સંગઠન લશકર-એ-તોયબા સાથે સંકડાયેલ હતો. આરોપી આતંકી સંગઠન માટે ફંડ પણ ભેગા કરતો હતો. તપાસ માં સામે આવ્યું છે કે આરોપીએ ભરૂચના મદરેસા માં અભ્યાસ કરતા ગરીબ અને સીધા જરૂરિયાત મંદ મુસ્લિમ યુવકોને ભ્રમ પેદા કરી તેને ભારત વિરુદ્ધ લડવા સામે તૈયાર કરતો હતો.
ઉલ્લેખનીય છે આરોપીએ આવા અનેક યુવકોને ISI ની મદદથી પાકિસ્તાન અથવા Pok માં હથિયારો અને બૉમ્બ બ્લાસ્ટની ટ્રેનિંગ માટે પણ મોકલવામાં મદદ કરેલ છે. આ પહેલા કુલ 9 લોકોની ધરપકડ કરી દેવા માં આવી છે અને હાલ પણ અન્ય લોકો ફરાર છે. એટીએસની ટીમ જમ્મુ ગઈ તો ખબર પડી કે આ ગુનાનો એક આરોપી બશીર કશ્મીરી 2015-16 માં એન્કાઉન્ટરમાં મોત થયેલ છે.
સવાલ એ છે કે બિલાલ ફરાર સમય અન્ય કોઈ ગુનામાં સંડોવેયલો છે કે કેમ? આ સમયમાં તે પાકિસ્તાનના સંપર્ક માં હતો કે કેમ? આવા અનેક સવાલ ના જવાબ મેળવવા એટીએસ રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)