Face Of Nation 23-03-2022 : ફેસ ઓફ નેશને લાલજીએ વિજાપુરના હરિભક્તને આપેલી ધમકીનો ઓડિયો કોલ રેકોર્ડિંગનો વિડીયો સમાચાર સાથે રજૂ કર્યો હતો. ફેસ ઓફ નેશને કરેલા આ ઘટસ્ફોટ બાદ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં હડકંપ મચી ગયો હતો અને લાલજીએ તેમની આબરૂ બચાવવા અથાગ ધમપછાડા શરૂ કરી દીધા હતા. આ અંગે ફેસ ઓફ નેશન વિરુદ્ધ ગાંધીનગર પોલીસ સમક્ષ અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ અરજી લાલજીએ જે હરિભક્તને ધમકાવ્યા તેમણે દાખલ કરીને ફેસ ઓફ નેશન વિરુદ્ધ પગલા ભરવાની માંગ કરી હોવાની માહિતી મળી છે. જો કે અહીં હાસ્યાસ્પદ બાબત એવી છે કે, ફેસ ઓફ નેશન કોઈ હરિભક્ત પાસે બંધુક્ની અણીએ કોલ રેકોર્ડિંગ કઢાવવા નથી ગયું કે એ હરિભક્ત પાસે માંગણી પણ કરી નથી પરંતુ સમગ્ર સંપ્રદાયમાં વાયરલ થયેલ ઓડિયો ફેસ ઓફ નેશનને મળ્યો હતો જે સમાચાર થકી રજૂ કરવામાં આવ્યું હતું. હવે પોલીસ એ બાબતે તપાસમાં વ્યસ્ત બની છે કે, કોલ રેકોર્ડિંગ ફેસ ઓફ નેશને કેમ વાયરલ કર્યું ? ફેસ ઓફ નેશન દ્વારા તેમના ઓફિશિયલ યુટ્યુબ ઉપર રજૂ કરવામાં આવેલ કોલ રેકોર્ડિંગ અંગે યુટ્યુબ સમક્ષ કાલુપુર સ્વામિનારાયણ મંદિરે કોપી રાઈટ ક્લેમ કરીને વિડીયો દૂર કરવા માંગણી કરી હતી.
સમગ્ર સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં ફેસ ઓફ નેશને રજૂ કરેલા સમાચાર વાયરલ થતા ફેસ ઓફ નેશનના યુટ્યૂબ લિંકને કોપી રાઈટ ક્લેમ કરીને સીધો જ પુરાવો આપી દીધો છે જે એ વાયરલ કોલ રેકોર્ડિંગ લાલજીનું જ હતું અને તેથી જ સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા યુટ્યુબ સમક્ષ તેની કોપીરાઇટનો દાવો કરવામાં આવ્યો છે અને ફેસ ઓફ નેશનના યુટ્યુબમાંથી દૂર કરવા માટેની માંગ કરવામાં આવી છે. જેને સ્વીકારીને યુટ્યુબે ફેસ ઓફ નેશનનો એ વિડીયો દૂર કર્યો છે સાથે જ એ વાતની સાક્ષી પુરી છે કે, ફેસ ઓફ નેશનના સમાચાર સાચા હતા. જો કે ફેસ ઓફ નેશન ક્યારેય કોઈ સમાચારો આધાર પુરાવા વિના કે ખોટી રીતે રજૂ કરતું જ નથી. લાલજીએ હરિભક્ત પાસે પોતાના ધાર્મિક પદને ન શોભે તે રીતે વાત કરી હતી તે સચ્ચાઈને કોઈ ભૂંસી શકે તેમ નથી.
પત્રકારોને દબાવવા તંત્રનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજી કે આચાર્ય તો જાણે કે સરકારી સિસ્ટમ તેમના માટે જ કાર્યરત હોય તેમ કોઈ પત્રકાર તેમની વિરુદ્ધ સમાચાર લખે એટલે રીતસર તેમના વિચારોનું પ્રદર્શન કરી નાખે છે. કોઈ સમાચાર લખાયા નથી કે ફોન કરીને પોલીસના જોરે પત્રકારને દબાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવે છે. લાલજીએ વિજાપુરના હરિભક્તને ધમકાવ્યા તે કોલ રેકોર્ડિંગ જે તે હરિભક્તના મોબાઇલમાંથી જ વાયરલ થયું હતું. ખરેખર તે તપાસનો વિષય છે અને તેના માટે તે હરિભક્તના મોબાઈલની ડિટેઇલ કાઢીને કે તેની પૂછપરછ કરીને સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ પણ પોલીસે ફેસ ઓફ નેશન વિરુદ્ધ લાલજીએ જે હરિભક્તને ધમકાવ્યા હતા તેમની અરજી લઈને કાર્યવાહી શરૂ કરી દીધી. જે હાસ્યાસ્પદ અને શંકાસ્પદ કામગીરીની ચાડી ખાય છે.
લાલજીએ ફોન ઉપર જે રીતે વાત કરી હતી તે જોતા તેમને બચાવવાને બદલે પ્રશ્ન કરનાર હરિભક્ત સાચા હરિભક્ત કહેવાય. પરંતુ બાપજી અને લાલજીને તાબે થઈને કે તેમને ગમે તેમ વ્યવહાર કરીને તેમને પાનો ચઢાવવો તે કદાપિ યોગ્ય નથી કેમ કે, ધર્મ સમ્પ્રદાયના વડાઓ હંમેશા સાચા જ હોય તે જરૂરી નથી. ગાંધીનગરના એક પત્રકારે સુપ્રસિદ્ધ કથાકાર અને જાણીતા સંતના સમાચાર લખ્યા હતા. આ સમાચાર બાદ તેમના અનુયાયીઓમાં ભારે ઉહાપોહ મચ્યો હતો અને સમાચાર લખનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી જો કે તે સંતે તમામને કોઈ પોલીસ કેસ કે વિરોધ ન કરવાની સ્પષ્ટ સૂચના આપીને કહ્યું હતું કે, એમને જે ઠીક લાગે એ લખે, મારી સાધુતા મને એ પરવાનગી નથી આપતી કે તેની વિરુદ્ધ હું કોઈ પોલીસ તંત્રને કે મારા અનુયાયીને એમ કહું કે કરવા દઉં કે મારા વિરુદ્ધ લખનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. એને કૈક લાગ્યું હશે તો લખ્યું હશે. એમ કહીને સમગ્ર વાતે બંધ બારણે જાણીતા સંતની સાધુતાએ લોકોનું દિલ જીતી લીધું હતું. જયારે બીજી બાજુ કહેવાતા લાલજીઓ પત્રકારોને દબાવવા માટે કોલ રેકોર્ડિંગનો સ્પષ્ટ પુરાવો હોવા છતાં પોલીસના જોરે પત્રકારોને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પોલીસે લાલજીના ઓડિયો રેકોર્ડિંગ મામલે લીધેલી ફરિયાદને અનુસંધાને ફેસ ઓફ નેશનના એડિટરને જવાબ લેવા નોટિસ પણ પાઠવી હતી. જો કે પોલીસને એ ખબર નથી કે કોઈના મોબાઇલમાંથી જે તે વ્યક્તિની મરજી વિના ક્યારેય કોલ રેકોર્ડિંગ કે ડેટા વાયરલ કોઈ કરી શકતું નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized લાલજીની ધમકીના કોલ રેકોર્ડિંગનો વિડીયો દૂર કરવા કાળુપુર સ્વામિનારાયણ મંદિરે યુટ્યુબ પાસે...