Face Of Nation, 22-08-2021: કલ્યાણ સિંહ (બાબૂ જી)નું અવસાન થયું છે. તેઓ 89 વર્ષની ઉંમરમાં SGPGIમાં અંતિમ શ્વાસ લીધા છે. ઉત્તર પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ કલ્યાણ સિંહ 48 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 7 દિવસથી વેન્ટીલેટર પર હતા. 21 જૂનના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વાસ્થ્યમાં સુધારો ન થવાને પગલે 4 જુલાઈના રોજ તેમને PGIમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીએ કલ્યાણ સિંહનું અવસાન થતા દુખ વ્યક્ત કર્યું છે.કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી હતા. તેમણે પ્રથમ વખત CM બન્યા બાદ મંત્રીમંડળ સીધા જ અયોધ્યમાં જઈ રામ મંદિર બનાવવાના શપથ લીધા હતા. 6 ડિસેમ્બર,1992ના રોજ અયોધ્યામાં બાબરી ઢાંચો તૂટ્યો તે સમયે કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેમણે કારસેવકો પર ગોળીઓ નહીં ચલાવવા આદેશ આપ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણ સિંહ ના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)