Home World ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત 29 અમેરિકી અને 61 કેનેડિયન માટે રશિયામાં પ્રવેશ...

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત 29 અમેરિકી અને 61 કેનેડિયન માટે રશિયામાં પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, માર્ક ઝુકરબર્ગનો પણ કરાયો સમાવેશ!

Face Of Nation 22-04-2022 : યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછીથી જ અમેરિકા અને સહયોગી દેશ સતત રશિયા પર પ્રતિબંધોનું એલાન કરી રહ્યા છે. હવે રશિયા પણ પશ્ચિમી દેશોની જેમ પલટવાર કરી રહ્યું છે. ગુરૂવારે રશિયન સરકારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ સહિત 29 અમેરિકી અને 61 કેનેડિયન લોકો માટે રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. બીજીતરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનની મદદ માટે 80 કરોડ ડોલરની સૈન્ય સહાય મોકલી છે. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ અમેરિકન કોંગ્રેસ પાસે યુક્રેન માટે વધુ મદદ માગશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ મદદ માટે અમેરિકાનો આભાર માન્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ મુદ્દે અમેરિકા સતત સક્રિય જણાય છે. યુક્રેનને હથિયારો અને વિસ્ફોટકો ઉપલબ્ધ કરાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સંસદ પાસેથી વધુ ફંન્ડિંગની માગ કરી છે. તેમણે કહ્યું કે અત્યારનું ફંડ લગભગ પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે વધારાના ફંડની તાતી જરૂર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).