Face Of Nation 28-06-2022 : કંગના રનૌતને જાવેદ અખ્તરે કરેલા માનહાનિ કેસમાં ચોથી જુલાઈના રોજ મુંબઈ કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આ પહેલાં કંગનાને 27મી જૂનના રોજ કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ તે કોર્ટ આવી નહોતી. ત્યારબાદ જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે કોર્ટને કહ્યું હતું કે કંગના સુનાવણી દરમિયાન હાજર રહી નથી, આથી જ તેની વિરુદ્ધ બીન જામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કરવામાં આવે. તો બીજીતરફ કંગનાના વકીલ રિઝવાને કહ્યું હતું કે, એક્ટ્રેસ ચોથી જુલાઈના રોજ કોર્ટમાં હાજર રહેશે. કેસની સુનાવણી સાંજે ચાર વાગે થશે. વર્ષ 2020માં કંગનાએ જાવેદ અખ્તર વિરુદ્ધ વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું હતું. પછી જાવેદે કંગના પર તેમની ઇમેજને નુકસાન પહોંચડવાનો આરોપ મૂક્યો હતો.
જાવેદે કંગના વિરુદ્ધ કેસ કર્યો હતો
જાવેદે કોર્ટમાં કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. સુનાવણી અંધેરીની મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ કોર્ટમાં શરૂ થઈ હતી. ગીતકારે દાવો કર્યો હતો કે 2020માં સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસ પછી કંગનાએ બોલિવૂડના કોઈ ગ્રુપ અંગે વાત કરતાં સમયે તેમનું નામ વચ્ચે લીધું હતું.
કંગનાએ જાવેદ અખ્તર પર શું આરોપો મૂક્યા હતા?
કંગનાએ પણ જાવેદ અખ્તર વિરુદ્ધ અરજ દાખલ કરી છે, જેમાં કંગનાએ જાવેદ અખ્તર પર ખંડણી, પ્રાઇવસીનું હનન જેવા ગંભીર આરોપો મૂક્યા હતા. આ સાથે જ માનહાનિ કેસને બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. કંગનાએ કહ્યું હતું કે, આ કેસની સુનાવણીમાં મેજિસ્ટ્રેટ નિષ્પક્ષ નહોતા, પરંતુ કંગનાની અરજી કોર્ટે રદ્દ કરી દીધી હતી. કંગના આ કેસની સુનાવણીમાં મોટાભાગે કોર્ટ આવી જ નહોતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).