Face Of Nation 22-04-2022 : કાંકરિયા ઝૂ ઉપરાંત નોક્ટર્નલ ઝૂ સહિત કિડ્સ સિટીમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી 19 એપ્રિલ-2022 સુધીમાં કિડસસિટી ખાતે 6,348 મુલાકાતી પહોંચ્યા હતા. કાંકરિયા પ્રાણી ઝૂ અને નોક્ટર્નલ ઝૂ ખાતે 15 જૂન -2021થી 24 માર્ચ-2022 સુધીમાં કુલ મળીને 22 લાખ 96 હજાર 783 લોકોએ મુલાકાત લીધી હતી. આ સમય દરમ્યાન કુલ આવક 5 કરોડથી વધુ થવા પામી હતી.
1 વર્ષમાં માત્ર 25 પ્રાણીઓ દત્તક લેવાયા
1951માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી 71 વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાણીઓને તેમની અનુકૂળતા પ્રમાણે રહી શકે એવાં પાંજરાં બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દિલ્હી ખાતેથી પરમિશન લઈને એને બદલવાની કામગીરી વર્ષ 2022-23ના બજેટમાં મુકાઈ છે. બીજી તરફ કાંકરિયામાં ફ્રેન્ડ્સ ઓફ ઝૂ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં માત્ર 25 પ્રાણીઓ દત્તક લેવામાં આવ્યાં છે.
છેલ્લા 4 મહિનામાં 9 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા
કોરોના મહામારી બાદ લોકો હવે હરતા ફરતાં થયાં છે. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના પ્રવાસન સ્થળો પર પણ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં કાંકરિયા લેક પણ પ્રવાસીઓથી ધમધમતો થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી 19 એપ્રિલ સુધીમાં કાંકરિયા લેખ ખાતે કુલ 9.26 લાખ મુલાકાતીઓ આવ્યાં હતાં. પરંતુ હવે સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન શરૂ થતું હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં પ્રબળ વધારો થાય તેવી શક્યતાઓ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).