Home Exclusive અમદાવાદ:કાકરિયા બાલવાટિકામાં હૃદયદ્રાવક દુર્ઘટના:ડિસ્કવરી રાઇડ તૂટતા 2 ના મોત,29 લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદ:કાકરિયા બાલવાટિકામાં હૃદયદ્રાવક દુર્ઘટના:ડિસ્કવરી રાઇડ તૂટતા 2 ના મોત,29 લોકો ઇજાગ્રસ્ત

Face Of Nation:અમદાવાદ કાંકરિયા સ્થિત બાલવાટિકામાં ડિસ્કવરી રાઇડ તૂટી પડતાં 2 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 29 લોકોને ઇજા પહોંચી છે. દુર્ઘટના બાદ પીડાથી કળસતા લોકોની ચિચિયારીઓથી લોકોના કાળજા કંપાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. લોકો પણ દુર્ઘટના બાદ દોડી ગયા હતા અને રાઈડમાં બેસેલા લોકોને એકએક કરીને ઉતારી રહ્યા હતા. લોહીલૂહાણ હાલતમાં રાઈડ પર બેસેલા લોકો બૂમો પાડી રહ્યા હતા અને નીચે પકટાયેલી રાઈડ પરથી હાજર લોકો તેમને ઉતારી રહ્યા હતા. રાઈડની દુર્ઘટના મેઈન્ટન્સને પગલે સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરીને લોકોની પીડા સમજવાને બદલે પોતાના હિતો સાચવવામાં પડ્યા છે.

રાઈડ્સ પડતા રાઈડ્સના અનેક કટકા પણ થયા હતા. ઘટનાનાં પગલે કાંકરિયામાં લોકોને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે. આ રાઇડ સુપરસ્ટાર એમ્યુસમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.ફાયર બ્રિગેડના અધિકારીનાં જણાવ્યા અનુસાર આ રાઇડ 65 ફૂટ ઉંચી હતી. જે બંને તરફ 30-30 ફૂટ ઝૂલતી હતી. આ રાઇડનો વચ્ચે જોઇન્ટનો ભાગ તૂટી ગયો છે.