Face of Nation 05-12-2021: ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી થથરાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે. કાનપુરમાં શુક્રવારે એક ડોક્ટરે તેની પત્ની અને બે બાળકોની હત્યા કરી નાંખી છે. હાલ તે ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.
કથિત હત્યાના સ્થળેથી મળેલી ડાયરી અનુસાર, આરોપી કોરોના વાયરસના નવા ઓમિક્રોન પ્રકાર અંગે ચિંતિત હતો. ડાયરીમાં લખ્યું હતું કે, “ઓમિક્રોન બધાને મારી નાખશે. મારી બેદરકારીને કારણે, હું એવા સ્થાને અટવાઈ ગયો છું જ્યાંથી બચવું મુશ્કેલ છે.
મળતી માહિતી પ્રમાણે, કાનપુરના રહેવાસી ડોકટર સુશીલ રામાએ શુક્રવારે સાંજે પોતાની પત્ની ચંદ્રપ્રભા, પુત્ર શિખર અને પુત્રી ખુશીને હથોડા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.એ પછી તેણે પોતાના ભાઈ સુનીલને મેસેજ કર્યો હતો કે, તુ પોલીસને જાણ કર. હું ડિપ્રેશનમાં છું.
જ્યારે સુનીલ ફ્લેટ પર પહોંચ્યો ત્યારે અંદરનુ દ્રશ્ય જોઈને ડરી ગયો હતો. અંદર લાશો પડી હતી અને સાથે એક ડાયરી મળી હતી. જેમા લખ્યુ હતુ કે, હવે કોરોના નહી, ઓમિક્રોન બધાને મારીનાંખશે. હવે મૃતદેહો ગણવા નથી. મારી બેદરકારીના કારણે, હું કેરિયરના એ પડાવ પર પહોંચ્યો છું જ્યાં બહાર આવવુ મુશ્કેલ છે. મારું કોઈ ભવિષ્ય નથી એટલે હું મારા હોશ હવાસમાં પરિવારને ખતમ કરીને મારી જાતને પણ ખતમ કરવા જઈ રહ્યો છું. આ માટે બીજુ કોઈ જવાબદાર નથી.
ડોકટરે આગળ લખ્યુ હતુ કે, મારી બીમારીથી હું થાકી ગયો છું અને મને કોઈ ભવિષ્ય નજરે પડી રહ્યુ નથી. મારા પરિવારને હું મુસીબતમાં છોડીને જઈ શકુ તેમ નથી. મારી આંખોની બીમારીની સારવાર શકય નથી અને તેના કારણે હું આ પગલું ભરી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે પત્ની ચંદ્રપ્રભાને મારવા માટે ડોક્ટરે હથોડાનો ઉપયોગ કર્યો હતો. તેનું માથું કચડીને તેની હત્યા કરી હતી. પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને તેમને ગૂંગળાવી નાખ્યા હતા. પોલીસે એવી શંકા વ્યક્ત કરી હતી કે હત્યા પછી ડોક્ટરે પણ એવું કંઈક પગલું ભર્યું હોવાની પૂરી શક્યતા છે. તેની ડાયરી પરથી જણાયું કે, તે કોરોનાના કારણે ડિપ્રેશનમાં હતો. તેનો મોબાઈલ બંધ હોવાથી પોલીસે છેલ્લાં લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)