Home News જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ, ગુજરાતના જવાન હરીશ પરમાર શહીદ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ, ગુજરાતના જવાન હરીશ પરમાર શહીદ

Face Of Nation, 17-10-2021: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના આર્મી જવાન હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે. હરિશસિંહ પરમાર નામના જવાને 25 વર્ષની ઉંમરે શહીદી વહોરી છે. શહીદ હરિશસિંહ પરમારના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. તેમજ વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું છે.

હરીશ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. હરિશ જમ્મૂ કાશ્મીરમાં તૈનાત હતા. અહીંના મછાલ સેકટરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં હરિશ શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. મા ભોમની રક્ષા કાજે દીકરાએ શહાદત વહોરી હોવાની પરિવાર અને ગ્રામજનોને જાણ થતા શોકનો માહોલ છવાયો છે.

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘણા દિવસથી અથડામણ ચાલી રહી છે. છ દિવસથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 9 સૈનિકો શહીદ થયા છે જેમાં 2 જેસીઓ પણ સામેલ છે. શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન એક જેસીઓ સહિત 2 સૈનિકોના મૃતદેહ મળ્યા હતા. બીજી બાજુ કાશ્મીરમાં સેનાએ નાગરિકોની હત્યા બાદ 9 જેટલી અથડામણમાં 13 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)