Face Of Nation 02-03-2022 : યુક્રેનના ખાર્કિવ શહેરમાં રશિયન હુમલા ચાલુ છે. શહેરના ગવર્નરે દાવો કર્યો છે કે આ હવાઈ હુમલામાં 21 લોકોનાં મોત થયાં છે, જ્યારે 112 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત ખાર્કિવમાં મિલિટરી એકેડમી પર પણ રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઇમારત પર ભીષણ આગ લાગી હતી. યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે પોલીસ વિભાગની ઇમારત પર રશિયાની સેનાનો હુમલો થયો હતો. કિવ પર કબજો મેળવવાના યુદ્ધમાં યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોની હિજરત થઈ રહી છે. એક અહેવાલ અનુસાર, અત્યારસુધીમાં સાત લાખથી વધુ લોકો યુક્રેન છોડીને પડોશી દેશોમાં આશરો લીધો છે. આ સંખ્યા હજુ પણ વધી શકે છે.
રાષ્ટ્રપતિ જો બાઈડને સંબોધન કર્યું હતું
યુક્રેન સામે રશિયાનું યુદ્ધના સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુએસ કોંગ્રેસમાં સ્ટેટ ઓફ ધ યુનિયન (SOTU)ને સંબોધન કર્યું હતું. સંબોધનમાં બાઈડને કહ્યું- જે રીતે રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું છે એ વિશ્વ શાંતિ માટે ખતરો છે. અમેરિકા યુક્રેનની સાથે છે. પુતિને યુક્રેન પર હુમલો કરીને ખોટું પગલું ભર્યું છે. પુતિનને લાગ્યું કે પશ્ચિમી દેશો અને નાટો પ્રતિક્રિયા નહીં આપે. અમે સાથે છીએ અને સાથે જ રહીશું. યુક્રેન રશિયાનાં જૂઠાણાંનો સામનો સત્ય સાથે કરી રહ્યું છે. અમેરિકાની સૈન્ય રશિયા સાથે ટકરાશે નહીં, પરંતુ રશિયાને મનમરજી મુજબ કરવા નહીં દઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).