Home Uncategorized કર્ણાટક:રહસ્યમય રીતે ગુમ થયેલ કૈફે કૉફી ડેના માલિક વી.જી.સિદ્ધાર્થનો મળ્યો મૃતદેહ

કર્ણાટક:રહસ્યમય રીતે ગુમ થયેલ કૈફે કૉફી ડેના માલિક વી.જી.સિદ્ધાર્થનો મળ્યો મૃતદેહ

Face Of Nation:બેગ્લુંરુ કર્ણાટકાના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી એમએસ કૃષ્ણઆના જમાઇ અને કૈફે કૉફી ડે (સીસીડી)ના માલિક વી જી સિદ્ધાર્થનો મૃતદેહ મળી ગયો છે. તેમનો મૃતદેહ મેંગ્લુંરુના નેત્રાવતી નદી પાસેથી મળ્યો છે. હવે વી જી સિદ્ધાર્થનું મેંગ્લુંરુ હૉસ્પીટલમાં પોસ્ટમોર્ટમ થશે, ત્યારબાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. વી જી સિદ્ધાર્થ સોમવારથી ગુમ થયા હતા.

કાલે પોલીસે નેત્રાવતી નદીની આસપાસ સિદ્ધાર્થની તપાસ શરૂ કરી હતી. તેમની તપાસમાં 200થી વધુ પોલીસક્મી, મરજીવાઓ અને 25 નાવડીઓની મદદથી શોધખોળ શરૂ કરી હતી.વી જી સિદ્ધાર્થ સોમવારે રાત્રે ગુમ થઇ ગયા છે. પોલીસ અનુસાર સિદ્ધાર્થ સક્લેશપુર જઇ રહ્યાં હતા, પણ અચાનક તેમને પોતાના ડ્રાઇવરને મેંગ્લુરુ જવાનું કહ્યું હતુ. પોલીસે જણાવ્યું કે દક્ષિણ કન્નડ જિલ્લાના કોટેપુરા વિસ્તારમાં નેત્રવતી નદી પર બનેલા પુરની નજીક કારમાંથી ઉતરી ગયા અને તેમને ડ્રાઇવરને કહ્યું કે, તે ચાલવા જઇ રહ્યાં છે. એટલે નદી પાસેથી ગુમ થઇ ગયા હતા.ડ્રાઈવરના જાણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ ઉલાલ પુલ પર ફરવા આવ્યા હતા. અહીં તેમણે એક બાજુ કાર રોકાવી હતી અને પછી ચાલતા ફરવા નીકળી ગયા હતા. હું તેમની કારમાં જ રાહ જોતો હતો. જ્યારે તેઓ 90 મિનિટ સુધી ન આવ્યા ત્યારે મેં પોલીસને જાણ કરી હતી. ડ્રાઈવરના નિવેદનથી પોલીસને શંકા છે કે સિદ્ધાર્થ નદીમાં કુદી ગયા છે. તેથી પોલીસ તેમની શોધમાં નદીમાં પણ સર્ચ ઓપરેશન કરી રહી છે. તપાસ દરમિયાન પોલીસને સિદ્ધાર્થે લખેલો એક પત્ર પણ મળ્યો છે. જે અંદાજે 3 દિવસ પહેલાં જ લખ્યો હોવાનું માનવામાં આવે છે. આ પત્રમાં સિદ્ધાર્થે પોતાને એક નિષ્ફળ વેપારી ગણાવ્યો છે.સિદ્ધાર્થે ગયા મહિને આઈટી કંપની માઈન્ડટ્રીમાંથી તેમનો સંપૂર્ણ હિસ્સો લાર્સન એન્ડ ટૂબ્રો (એલએન્ડટી)ને રૂ. 3,000 કરોડમાં વેચી દીધો હતો. આ પહેલાં તેઓ 21 ટકા હોલ્ડિંગ સાથે માઈન્ડટ્રીમાં સૌથી મોટા શેરધારક હતા. કોફીના બિઝનેસમાં સફળ વેપારી તરીકે તેમની ખાસ ઓળખાણ હતી. કોફી ઉગાડવા માટે કર્ણાટકમાં તેમની પાસે 12,000 એકર જમીન હતી. આ વર્ષે માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં સીસીડીના 1752 કેફે હતા.27 જુલાઈએ લખેલા પત્રમાં સિદ્ધાર્થે કહ્યું છે કે, જે લોકોએ મારા પર વિશ્વાસ રાખ્યો તે લોકોને નિરાશ કરવાનો મને ખૂબ અફસોસ છે. હું ઘણાં સમયથી લડાઈ લડતો હતો પરંતુ હવે મેં હાર માની લીધી છે. કારણ કે હવે મારાથી દબાણ સહન થતું નથી. હું એક વેપારી તરીકે નિષ્ફળ રહ્યો છું. આ મારી ઈમાનદારી છે. મને આશા છે કે, કોઈક દિવસ તમે મને સમજશો.