Face Of Nation:કર્ણાટકમાં સરકાર બનાવવાનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ભાજપના નેતા જગદીશ શેટ્ટાર અને અરવિંદ લિમ્બાવલી સહિત સીનિયર નેતા અમિત શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. સરકાર બનાવવા વિશે અંતિમ નિર્ણય સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી બનનાર બીએસ યેદિયુરપ્પા માટે કેબિનેટ મંડળ બનાવવું સૌથી મોટો પડકાર છે. રિપોર્ટ્સ પ્રમાણે 15 બળવાખોરો સહિત 56 એવા ધારાસભ્યો છે જેમણે 3 અથવા તેથી વધુ ચૂંટણી જીતી છે. આ દરેક લોકોને આશા છે કે, નવી સરકારમાં તેમને મંત્રીમંડળમાં જગ્યા આપવામા આવશે, અથવા પાર્ટીમાં કોઈ મોટી ભૂમિકા આપવામાં આવશે. પરંતુ કર્ણાટકમાં મુખ્યમંત્રી સહિત માત્ર 34 પદ આવેલા છે. માનવામાં આવે છે કે, યેદિયુરપ્પા બળવાખોરો સહિત અમુક સીનિયર લોકોને પણ નારાજ કરી શકે એમ પણ નથી.