Home Uncategorized કાશ્મીર ટાઇગર્સ નામના આતંકી સંગઠને બસ પર હુમલાની લીધી જ્વાબદારી, કઈ છે...

કાશ્મીર ટાઇગર્સ નામના આતંકી સંગઠને બસ પર હુમલાની લીધી જ્વાબદારી, કઈ છે આ આતંકી સંસ્થા

Face of Nation 14-12-2021: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે સાંજે પોલીસ બસ પર કરાયેલા આતંકવાદી હુમલામાં  પ્રશાસને ‘કાશ્મીર ટાઈગર્સ’  નામના સંગઠનનો હાથ હોવાનું જણાવ્યું છે. ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ અત્યાર સુધીનો આ સૌથી મોટો આતંકી હુમલો છે. આ હુમલામાં 14 જવાન ઘાયલ થયા છે, જેમાં 3 શહીદ થયા છે. આ સિવાય હોસ્પિટલમાં 11 લોકોની સારવાર ચાલી રહી છે અને તેમાંથી ઘણાની હાલત નાજુક છે. આ હુમલો કરનારા કાશ્મીર ટાઈગર્સનું નામ બહુ ઓછા લોકો જાણે છે. તેની ચર્ચા આ વર્ષે જાન્યુઆરીમાં જ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસનું કહેવું છે કે તે ખતરનાક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું શેડો ગ્રુપ છે.

આ આતંકવાદી સંગઠને આ વર્ષે જૂનમાં દક્ષિણ કાશ્મીરમાં ગ્રેનેડ હુમલાની જવાબદારી લીધી હતી. ઓગસ્ટ 2019 થી, પોલીસે ઘણા નવા આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કર્યો છે, જેમાંથી એક છે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ અને બીજું પીપલ અગેઈન્સ્ટ ફાસીસ્ટ ફોર્સિસ. આ તમામ સંગઠનો કુખ્યાત આતંકવાદી જૂથો હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના છે. સુરક્ષા દળોનું કહેવું છે કે આતંકવાદી સંગઠનોએ તેમની રણનીતિ બદલી છે. હવે તેઓ અગાઉના જેહાદી પ્રકારનાં નામો સાથે સંગઠનો બનાવતા નથી. હવે તેઓ એવા નામો આપી રહ્યા છે. જે ધરમૂળથી અલગ લાગે છે. નવા નામ સાથે આતંકી હુમલા કરે છે.

આવું જ એક અલગ સંગઠન કાશ્મીર ટાઈગર્સ પણ છે, જે જૈશ-એ-મોહમ્મદનું પેટા સંગઠન હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોનું કહેવું છે કે આ નવા નામો પાછળ એક ડિઝાઇન છે. એક અધિકારીએ કહ્યું, “કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાન પર દબાણ છે, પરંતુ તે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની અવગણના કરી શકે નહીં.” તેથી તે આ નવી પદ્ધતિ લઈને આવ્યુ છે. લશ્કર અને જૈશ-એ-મોહમ્મદના નામ પરથી જ ખબર પડી કે તેઓ કટ્ટર ધાર્મિક સંગઠનો છે. આ બન્ને સંગઠનોને પાકિસ્તાન પોષણ આપી રહ્યુ છે તેવુ ભારતે આતંરરાષ્ટ્રીયસ્તરે સાબિત કરી બતાવ્યુ છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓએ પાકિસ્તાન સાથે મળીને નવી રણનીતિ તૈયાર કરી છે. હવે તેઓ એવા નામો રાખી રહ્યા છે જે બિનસાંપ્રદાયિક હોવાનો દેખાડો કરે અને તે તેની મૂળ ઓળખ સાથે જોડાયેલુ રહે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).