Home News કાશી વિશ્વનાથ મંદિર માટે શિવભક્તે 120 કિલો સોનાનું ગુપ્તદાન કર્યું

કાશી વિશ્વનાથ મંદિર માટે શિવભક્તે 120 કિલો સોનાનું ગુપ્તદાન કર્યું

Face Of Nation 1-3-2022 : કાશી વિશ્વનાથ મંદિર માટે એક શિવભક્તે 120 કિલો સોનાનું ગુપ્તદાન કર્યું છે. આ ભક્ત દક્ષિણ ભારતનો રહેવાસી છે. ગર્ભગૃહની અંદર સુવર્ણ પતરાં લગાડવામાં આવ્યાં છે. હવે બહારની દીવાલ પર પણ લગાડવામાં આવશે, એટલે બાબાનું મંદિર સુવર્ણથી મઢાયેલું હશે. રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે કાશી વિશ્વનાથમાં પૂજા કરી તો પહેલી વખત ગર્ભગૃહ સુવર્ણ જડિત હોવાની તસવીર સામે આવી. મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી મોદીએ સુવર્ણજડિત ગર્ભગૃહમાં પહેલી વખત જલાભિષેક કર્યો. તેઓ પોતે પણ દીવાલ અને સીલિંગને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
10 દિવસ પહેલાં ગર્ભગૃહને સુવર્ણજડિત કરવાનું કામ શરૂ કરાયું
મંદિર સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે બાબાને ભક્તે લગભગ એક મહિના પહેલાં ગુપ્ત દાન આપ્યું હતું. જોકે ભક્તનું નામ શું છે એ અંગે કોઈ જાણકારી સામે નથી આવી. 10 દિવસ પહેલાં ગર્ભગૃહને સુવર્ણજડિત કરવાનું કામ શરૂ કરાયું હતું. હવે ગર્ભગૃહમાં સોનાનાં પતરાં ચઢાવવાનું કામ શરૂ થઈ ગયું છે. મહાશિવરાત્રિના રોજ ભક્તોને હવે સોનાનાં પતરાં જોવા મળશે. એ અંતર્ગત બાબા વિશ્વનાથના મંદિરની આભા અને ચમક જોવા જેવી છે.
સુરક્ષા આવી વ્યવસ્થા રહેશે
મંદિરની આંતરિક સુરક્ષા CRPFને સોંપાઈ છે. બાહ્ય સુરક્ષા માટે યુપી પોલીસ અને PACના જવાન ડ્યૂટી પર 24 કલાક હોય છે. તેમની ડ્યૂટી શિફ્ટમાં હોય છે. અનેક જગ્યાએ CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. કોઈપણ ભક્ત સોનાનાં પતરાંને નુકસાન ન પહોંચાડી શકે. ભક્તોને ગર્ભગૃહમાં લાગેલા સ્ટીલનાં બેરિકેડિંગથી બહાર કરવામાં આવે છે. શ્રાવણ અને મહાશિવરાત્રિ જેવાં મોટાં તહેવારોમાં ભક્તોની ભારે ભીડને કારણે ગર્ભગૃહમાં પ્રવેશવા નથી દેવામાં આવતા. દર્શન અને ત્યાંથી જળાભિષેક કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
2012માં પણ સુવર્ણજડિત બનાવવાનો હતો પ્લાન
આ પહેલાં 2012માં પણ મંદિરના ગર્ભગૃહને સુવર્ણજડિત કરવાનો પ્લાન તૈયાર કરાયો હતો, પરંતુ ત્યારે IIT-BHUના સિવિલ એન્જિનિયરોએ ગર્ભગૃહની દીવાલોનું પરીક્ષણ કર્યું હતું. એન્જિનિયરનું કહેવું હતું કે ગર્ભગૃહની દીવાલો આટલું ભાર નહીં ખમી શકેએતેવો રિપોર્ટ આપ્યો હતો. એ બાદ આ યોજના આગળ વધી ન હતી. તો ગત વર્ષે 13 ડિસેમ્બરે જ્યારે કોરિડોરનું નિર્માણ પૂરું થયું ત્યારે ગર્ભગૃહની દીવાલોને મજબૂતી મળી. એ બાદ મહાશિવરાત્રિ પહેલાં આખા ગર્ભગૃહને સુવર્ણજડિત કરવાનો નિર્ણય લેવાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).