ટ્રેનમાં બાળકોના શરીર પર દારૂની બોટલો છુપાવીને લાવવામાં આવતી હતી
Face Of Nation: મુંબઈ:મુંબઇથી ભુજ આવતી કચ્છ એકસપ્રેસમાં એક પરિવાર દારૂની બોટલોની હેરાફેરી કરી રહ્યો હોવાની વિગતો પોલીસને મળતા પોલીસે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતેથી ટ્રેનના એક કોચમાંથી પરિવારને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ પરિવારના નાના ભૂલકાઓના શરીર પર એક બેલ્ટ બંધાવ્યો હતો. આ બેલ્ટની આસપાસ રાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો ગોઠવેલી હતી. દારૂની બોટલો સાથેનો આ પટ્ટો બાળકને પહેરાવી દીધા બાદ બાળકને ઉપર શર્ટ પહેરાવી દેવાયો હતો. જેથી કોઈને પણ ખબર ન પડે. પરંતુ બાતમીને આધારે પોલીસે બાળકનો શર્ટ ઉતરાવ્યો હતો. જેથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
મુસાફરોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા પોલીસને ગુનો નોંધી શરૂ કરી કાર્યવાહી
પરિવારની મહિલાઓએ પણ પોતાના શરીર પર વિદેશી દારૂની બોટલો બાંધી હતી. પગમાં તેમજ કમરના ભાગે દારૂની બોટલ ભરેલા પટ્ટા પહેર્યા હતા. પોલીસે પરિવારના આઠ સભ્યો પાસેથી દારૂની બોટલો રેલવે સ્ટેશન પર જ એક ચાદરમાં ભેગી કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ પોલીસની આ કાર્યવાહી જોવા માટે મુસાફરો ભેગા થઇ ગયા હતાં. તેમજ તેનું વિડીયો શુટીંગ પણ કરી લીધું હતું. રેલવે પોલીસની ઈચ્છા દારૂ કબ્જે કર્યા બાદ આ પરિવારને છોડી મૂકવાની હતી. પરંતુ મુસાફરોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા પોલીસને ગુનો અને ફરજ પડી હતી.