Home News હરિદ્વારમાં કાવડયાત્રીઓ ઉભરાયા,7 દિવસમાં 3.3 કરોડ શ્રદ્ધાળુઓએ શિવ અભિષેક માટે ગંગાજળ લીધું

હરિદ્વારમાં કાવડયાત્રીઓ ઉભરાયા,7 દિવસમાં 3.3 કરોડ શ્રદ્ધાળુઓએ શિવ અભિષેક માટે ગંગાજળ લીધું

Face Of Nation:15થી વધુ રાજ્યોમાં શ્રાવણ મહિનામાં શિવભક્તોની કાવડયાત્રા ચાલે છે. સૌથી વધુ ભીડ ઉત્તરાખંડના હરિદ્વારમાં છે. ત્યાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે હરકી પૌડી સહિત ધર્મનગરીમાં આશરે 30 લાખથી વધુ કાવડિયાએ શિવ અભિષેક માટે ગંગાજળ લીધું. દરમિયાન તેમના પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ હતી. હરિદ્વારના એસએસપી જન્મજય ખંડુરીએ જણાવ્યું કે 7 દિવસમાં 3.3 કરોડ શ્રદ્ધાળુઓ ગંગાજળ લઇને ગયા છે.

કાવડયાત્રામાં ભક્તો હરિદ્વાર, ગોમુખ, ગંગોત્રી અને સુલતાનગંજમાં ગંગાજળ લેવા જાય છે શ્રાવણમાં ભગવાન શિવઅભિષેક માટે ભક્તો ઉત્તરાખંડના હરિદ્વાર, ગોમુખ અને ગંગોત્રી અને બિહારના સુલતાનગંજથી ગંગાજળ લાવે છે. શ્રાવણમાં ઝારખંડ, બિહાર, બંગાળ, યુપી, એમપી, છત્તીસગઢ સહિત 15 રાજ્યોમાં કાવડયાત્રા યોજાય છે.