Home News કેવડિયાના જંગલ સફારી પાર્કમાં વિદેશથી 163 પશુ-પંખીઓને લવાયા જેમાંથી 49 પ્રાણીઓના મોત...

કેવડિયાના જંગલ સફારી પાર્કમાં વિદેશથી 163 પશુ-પંખીઓને લવાયા જેમાંથી 49 પ્રાણીઓના મોત થયા!?

Face Of Nation 19-03-2022 : કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તૈયાર કરવામાં આવેલ જંગલ સફારી પાર્ક તૈયાર કરાયો છે. જેને 18 ફેબ્રુઆરી 2020ના રોજ એ પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં લોકો માટે ખુલ્લો મૂકાયો હતો. આ સફારી પાર્કમાં વિદેશથી પશુ-પક્ષીઓ લાવવામાં આવ્યાં છે. કેટલાય વિદેશી પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને સવાલ કર્યો હતો કે, જંગલ સફારી પાર્કમાં અન્ય રાજ્યોમાંથી તેમજ વિદેશથી લાવવામાં આવેલા કેટલા પ્રાણીઓ અને પક્ષીઓ જીવીત છે? જેના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, જંગલ સફારી પાર્કમાં વિદેશથી લવાયેલા 49 પ્રાણીઓના મોત થયા છે.
સરકારે મૃત્યુ થવાના આ કારણો આપ્યાં
વિધાનસભામાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નનો ઉત્તર આપતાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો હતો કે, વિદેશથી 22 પ્રાણીઓ લવાયા હતા જેમાંથી આઠનાં મોત થયા છે. વિદેશથી લવાયેલા પશુઓમાં 5 અલ્પાકા, 4 લામા, 5 વોલ્બીઝ,5 જિરાફ, 3 ઝિબ્રા, 3 વિલ્ડબિસ્ટ અને 2 ઓરીક્સનો સમાવેશ થાય છે. જેમાંથી 3 અલ્પાકા, 3 વિલ્ડબિસ્ટ, 2 લામા, 2 ઓરીક્સ, 2 વોલ્બીઝ, એક જિરાફ અને એક ઝિબ્રા જીવિત રહ્યા છે. વિદેશથી લવાયેલા મોટાભાગના પશુઓ અને પક્ષીઓના વાહિકાતંત્ર અને શ્વસનતંત્ર નિષ્ફળ જતાં મોત થયા છે. મૃત્યુના અન્ય કારણોમાં હાયપોવોલેમિક શૉક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવાનો સમાવેશ થાય છે.
જળ પ્લાવિત ક્ષેત્રોમાં રહેતા 78 કોનર્સમાંથી 29નાં મોત થયા
અન્ય રાજ્યોમાં લવાયેલા ખિસકોલી, લીલા ઈગુઆના, કપૂચિન વાંદરા, કાળો દીપડો, ઘરિયાલ જેવા અનેક પશુ, પંખીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં જીવિત છે. જો કે, જળ પ્લાવિત ક્ષેત્રોમાં રહેતા 78 કોનર્સમાંથી 29નાં મોત થયા છે. માત્ર કોનર્સ જ નહી, વિવિધ પ્રકારના મકાઉ, ફિસેન્ટ જેવા પક્ષીઓમાં પણ શ્વસન, રૂધિર તંત્રની નિષ્ફળતા તેમજ શોક લાગતા મૃત્યુ થયા છે. વિદેશથી લાવવામાં આવેલા 22 પૈકી માત્ર 14 જ પશુ-પંખીઓ હાલમાં જીવિત છે. જ્યારે બે ઝિબ્રા અને બે વોલાબી, બે લામા અને બે અલ્પાકા સહિત કુલ 8નાં મૃત્યુ થયા છે.
કેમેરા ફી પેટે 22.75 લાખ રૂપિયા વસૂલાયા
સરકારે બીજા એક પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2021ના રોજ પૂરા થયા બે વર્ષમાં કુલ 8.37 લાખ પ્રવાસીઓએ કેવડિયા જંગલ સફારીની મુલાકાત લીધી છે અને તેમાંથી 15.74 કરોડ રૂપિયાની આવક થઈ છે. અકોટાના ભાજપના ધારાસભ્ય સીમા મોહિલેના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે કહ્યું કે, 2020માં 1.26 લાખ પ્રવાસીઓએ આ સફારીની મુલાકાત લીધી હતી અને ટિકિટ દ્વારા 2.24 કરોડ રૂપિયાની આવક થઈ હતી. કેમેરા ફી પેટે 3.16 લાખ રૂપિયાની આવક થઈ છે. 2021માં 7.12 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને ટિકિટ વેચાણથી 13.23 કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે કેમેરા ફી પેટે 22.75 લાખ રૂપિયા વસૂલાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).