Home Crime KGF-2નાં એક્ટર મોહન જુનેજાનું થયું નિધન, લાંબા સમયથી બિમાર હતા “એક્ટર”, ચાહકો...

KGF-2નાં એક્ટર મોહન જુનેજાનું થયું નિધન, લાંબા સમયથી બિમાર હતા “એક્ટર”, ચાહકો ‘શોકમગ્ન’!

Face Of Nation 07-05-2022 : KGF-2 ફેમ મોહન જુનેજાનું 7મી મે 2022ની સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા એ ઈલાજ દરમિયાન તેમણે અંતિમ શ્વાસો લીધા. એક્ટરે બેંગ્લોરના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસો લીધા. લોકોને પોતાની કોમેડીથી હસાવનાર મોહન આજે સૌની આંખોમાં પાણી લાવી ગયા. આજે જ તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે.
મોહન જુનેજાએ 100થી વધારે ફિલ્મો કરી
મોહન જુનેજાએ કોમેડિયન તરીકે કરિયરની શરૂઆત કરી હતી. કેજીએફમાં પત્રકાર આનંદની ઈનફોર્મરની ભૂમિકા ભજવી હતી. તેમણે પહેલા તમિલ, તેલુગૂ, મલયાલમ અને હિન્દી ભાષાની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની કરિયરમાં 100થી વધારે ફિલ્મો કરી છે. તેઓ KGF ચેપ્ટર-1 અને ચેપ્ટર-2માં પણ જોવા મળ્યા હતા. એક્ટર અને કોમેડિયનને ફિલ્મ ‘ચેતલા’થી મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં તેમની ભૂમિકા દર્શકોના દિલમાં ઘર કરી ચુકી હતી, જેને તેઓ ભૂલાવી નહીં શકે.
બાળપણથી જ એક્ટિંગમાં રૂચી ધરાવતા
મોહનનાં ગયા બાદ તેમના ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ જતાવી રહ્યા છે. આ એક્ટર બાળપણથી જ એક્ટિંગમાં રૂચી ધરાવતા હતા. તેમણે કોલેજ કાળમાં જ નાટકોમાં ભાગ લેવાનું શરુ કર્યું હતું. 2008માં આવેલી ફિલ્મ ‘સંગમા’થી તેમણે કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તામિલ ફિલ્મ ‘ટેક્સી નંબર’માં તેમણે કામ કર્યું હતું. 2010માં મોહને કન્નડ ભાષાનાં નાટક ‘નારદ વિજયા’માં પણ કમાલ કરી બતાવી. 2018માં હોરર ફિલ્મ ‘નિગૂડા’ માં પણ અભિનય કર્યો. આ પણ કન્નડ ભાષામાં જ હતી. તેઓ એક કોમેડી એક્ટર તરીકે પણ ઓળખાતા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).