Home News અમદાવાદ:રન્નાપાર્ક વિસ્તારમાં ખાડામાં ખાબકી સ્કૂલ બસ ,20 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

અમદાવાદ:રન્નાપાર્ક વિસ્તારમાં ખાડામાં ખાબકી સ્કૂલ બસ ,20 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

શહેરમાં વરસાદ પડવાની સાથે જ AMCની બેદકારીઓ સામે આવી, ઠેર-ઠેર રોડ બેસી ગયા

Face Of Nation: અમદાવાદ: શહેરમાં આજે સવારથી જ વરસાદ પડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોનશુન કામગીરી અને તંત્રની બેદરકારી છતી થઇ હતી. શહેરના અમરાઇવાળી, ઘાટલોડીયા, સહિતના વિસ્તારોમાં રોડ બેસી ગયા હતા અને વાહનો ફસાઇ ગયા હતા. રન્નાપાર્ક વિસ્તારમાં બસ પસાર થઇ રહી હતી ત્યારે રોડ બેસી જતા બસ ફસાઇ ગઇ હતી. બસને બહાર કાઢવા માટે AMCને જાણ કરવા છતા અધિકારીઓ પહોંચ્યા ન હતા. છેવટે સ્થાનિક લોકોએ 2500 રૂપિયા ભેગા કરી સ્વખર્ચે બસને બહાર કઢાવી હતી. આ સ્કૂલબસમાં 15થી 20 વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે સમયસર બસમાંથી વિદ્યાર્થીઓને નીચે ઉતારી લેતા બધાનો આબાદ બચાવ થયો છે.

સ્થાનિક લોકોમાં કોર્પોરેશન વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે. શહેરમાં ઠેર-ઠેર ખાડા ખોદાયેલા છે. તંત્ર દ્વારા કોઇ બેરિકેડ કરવામાં આવ્યું નથી. પ્રજા દ્વારા કચરો ફેકવામાં આવે અથવા રોડ પર ગંદકી કરવામાં આવે તો તેઓ પર દંડ ફટકારવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડા ખોદીને મુકી રાખવામાં આવે છે અને તેની યોગ્ય સાવચેતી પણ રાખવામાં આવતી નથી. છતા તેમને કેમ દંડ ફટકારાતો નથી તેના પર એક સવાલ છે.