Home News અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 19-04-2020 : અમદાવાદમાં પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવના કિસ્સાઓ વધી રહ્યા છે. પ્રથમવાર પોલીસ ઈન્સ્પેક્ટરને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ પિયુષ સોલંકીને કોરોના પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને હાલ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ફેસ ઓફ નેશન સાથે થયેલી વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે, બે કલાક સુધી તેમને લેવા 108 આવી નહોતી જેથી તેઓ પોલીસ સ્ટેશનમાં બેસીને રાહ જોઈ રહ્યા હતા. ત્રણ ત્રણ દિવસ સુધી સતત રિપોર્ટ નહીં આવતા તંત્રની બેદરકારી પણ છતી થઇ છે. આ પીઆઇ પોલીસ સ્ટેશનના તમામ લોકોના સંપર્કમાં આવ્યા છે. જેથી સમગ્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોમ ક્વોરેન્ટાઇન કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઇએ 16મી તારીખે રિપોર્ટ કઢાવ્યો હતો. જો કે તેઓએ ડોક્ટરને રિપોર્ટ અંગે પૂછતાં મહિલા ડોક્ટર તેમને હજુ રિપોર્ટ આવ્યો નથી તમે લીંબુ વધારે પીઓ તેવી સલાહ આપતા હોવાની એક ઓડિયો કલીપ પણ વાયરલ થઇ હતી. તેવામાં આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ ખાડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને કે જેઓ આ પોલીસ ઈન્સ્પેક્ટરના સંપર્કમાં આવ્યા હતા તે તમામને હોમ ક્વોરેન્ટાઇન કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
આરોગ્ય વિભાગે પીઆઇને કેવી રીતે ચેપ લાગ્યો તેની તપાસ શરૂ કરી છે. સાથે જ તેમના પરિવારજનોને પણ હોમ ક્વોરેન્ટાઇન કરી ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

Exclusive : વિશ્વના આ દેશોમાં કોરોનાને માત આપવા મહિલાઓ કરી રહી છે નેતૃત્વ

ગુજરાતમાં સૌથી વધુ કેસ સાથે અમદાવાદે કોરોનાના કેસોનો 1000નો આંકડો વટાવ્યો