Home Uncategorized યુદ્ધનો 22મો દિવસ: રશિયન સેનાએ ખારકીવમાં ફાયરિંગ કર્યું, 21નાં મોત અને 25...

યુદ્ધનો 22મો દિવસ: રશિયન સેનાએ ખારકીવમાં ફાયરિંગ કર્યું, 21નાં મોત અને 25 ઘાયલ, જુઓ Video

https://youtu.be/I1skw4GcluM

Face Of Nation 18-03-2022 : રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 22મો દિવસ છે. રશિયન સેના રાજધાની કીવથી ઘણી જ નજીક પહોંચી ગઈ છે. પશ્ચિમી દેશો દ્વારા લગાડવામાં આવતા પ્રતિબંધો સામે રશિયાએ કડક વલણ અપનાવ્યું છે. મીડિયા રિપોટ્સ મુજબ રશિયાએ અમેરિકા અને યુરોપિયન યુનિયનના માલિકી હક્કવાળા સેંકડો કોમર્શિયલ પ્લેન જપ્ત કરી રહ્યાં છે. રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના એક શહેરમાં ફાયરિંગ કર્યું, જેમાં 21 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોટ્સ મુજબ સેનાએ ખારકીવના બહારના વિસ્તારમાં આવેલી સ્કૂલને ટાર્ગેટ કરી હતી. ઘાયલોમાં 10ની સ્થિતિ ગંભીર છે.
રશિયન સેનાએ મારિયુપોલના ડ્રામા થિયેટરને ઉડાવ્યું
રશિયાએ મારિયુપોલમાં એક ડ્રામા થિયેટર અને સ્વિમિંગ પૂલ ‘નેપ્ચ્યુન’ પર હવાઈ બોમ્બમારો કર્યો છે. આ બંને સ્થળોએ 1,000 થી વધુ સામાન્ય નાગરિકોએ આશ્રય લીધો હતો, જેમાંથી 80 ટકા બાળકો અને મહિલાઓ હતા.મારિયુપોલ સિટી કાઉન્સિલના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક હજુ જાણી શકાયો નથી, પરંતુ બોમ્બ વિસ્ફોટમાં બંને સ્થળો ખરાબ રીતે નાશ પામ્યા છે. આથી મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકોના મોતની આશંકા છે. જો કે, રશિયન સંરક્ષણ મંત્રાલયે હુમલાનો ઇનકાર કર્યો હતો અને યુક્રેન સમર્થક મિલિશિયા એઝોવ બટાલિયન પર બોમ્બમારો કરવાના આરોપ લગાવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).